________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૧૫ અસુર પાર્વતીના સૌંદર્યથી મેહ પામ્યું. તેણે વિચાર કર્યો કે કોઈપણ ઉપાયે મહાદેવને સંહાર કરી નાંખવો જોઈએ કે જેથી તેની પત્ની પાર્વતીને હું લઈ શકું. આ વિચારે તે અસુરે મહાદેવ પાસે વરદાન માગ્યું કે “મને એવું કંકણ આપે કે તે જેના શિર ઉપર મૂકું તે બળી જાય !” મહાદેવે આ વરદાન માંગતાં જ તેને આપી દીધું ! તે અસુરને જેવું વરદાન મળ્યું કે તરત તે એ કંકણ મહાદેવના શિર ઉપર મૂકવાને માટે દડો ! પાર્વતી ભય પામીને આગળ. દોડયાં, મહાદેવ તેની પાછળ નાઠા અને ભસ્માસુર તેની પાછળ ગયે ! આ રીતે તેઓ ત્રણે જણાં બ્રહ્મા પાસે ગયાં ! આખરે બ્રહ્માએ તે અસુરને (હાથ) બાળી નાખે એટલે તે અસુર રાખને ઢગલે બનીને નીચે પડયે. આ કારણથી તે અસુર ભસ્માસુર કહેવાય.
“મહાદેવને ભવિષ્યકાળનું જ્ઞાન ન હતું. આ ઉપરથી જણાય છે કે મહાદેવને ભવિષ્યકાળનું જ્ઞાન ન. હતું. હવે વિચારે કે જે મનુષ્યને જન્મ મહાદેવે આપે, તે મહાદેવને જન્મ કોણે આપ્યો ? પરમેશ્વરનું ખંડન કરનારા, તેમને માનનારાઓને નાશ કરનારા અને પરમેશ્વરની સામે વિરોધ કરનારા એ સઘળાનો જન્મ કોણે આપ્યો ? વળી ઈશ્વરે જન્મ આપ્યો તે પછી ગર્ભાવાસ કેણે આ ? આ સઘળા પ્રશ્ન એવા છે, કે ઈશ્વરને જે સ્વરૂપમાં અન્ય દર્શનીઓ માને છે, તે સ્વરૂપને છેટું ઠરાવે છે.
બીજે પ્રશ્ન એ છે કે ઈશ્વરને કે માનવ ? દયાળું કે ઘાતકી? તમે જાણે છે કે નાના બાળકને કેઈ પણ રાજ્ય જલદી સજા કરતું નથી. દુનિયાનાં રાજ્યો પણ બાળકોને નિર્દોષ ગણે છે. હવે જો મનુષ્યને જન્મ આપનારે ઈશ્વર હોય તો મનુષ્યને મૃત્યુ આપનારે પણ ઈશ્વર જ હોવું જોઈએ. તે ત્રણ ચાર મહિનાનાં નાનાં બાળકને અનેક રોગોથી પીડાવીને મૃત્યુ શું ઈશ્વર આપે છે ? અને જે એમ. જ હોય તે તે એ ઈશ્વર શું ઘાતકી ઠરતે નથી?
ઈશ્વર દયાળુ છે કે નિર્દય? કઈ એમ કહેશે કે જેમાં એક માણસ બીજા માણસ પર