________________
'
'
દેવ-ગુરુ-ધર્મ
અને
તેની ઉપયોગીતા
[જેનેતર દેવને પૃથ્વી પાણી ઈત્યાદિ આપવા માટે દેવ તરીકે માને છે. આપણે દેવને એ રીતિએ માનતા નથી. આપણે તે માનીએ છીએ કે ઈશ્વરમાં ફળ આપવાની શકિત નથી જ, ફળનો પિતા તે કર્મ | છે. ઈશ્વરનું પૂજન તેમના ધર્મોપદેશને લઈને છે. તેણે આપણને જગતના અજવાળા અને કાંટાને બતાવ્યા છે. ગુરૂ આત્માને આત્મપદની પ્રાપ્તિ કરાવનારૂં જ્ઞાન આપે છે કંચન, કુટુંબ, કામિની અને કાયા આ ચાર | વસ્તુ સંસારના થાંભલા છે. તે જીવને બચાવી શકતા નથી. જીવન દુર્ગતિમાંથી રેકનાર અને સુગતિમાં લઈ જનાર ધર્મ છે.]
સદુદેવગુરૂ કોણ? શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા છે કે આ સંસારમાં દુર્ગતિને રોકનારી અને સદ્ગતિને આપનારી એક જ ચીજ છે કે જે ચીજને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ સિવાય કઈ પણ ચીજ દુર્ગતિને રોકી શકતી નથી, અને ધર્મ સિવાય કેઈને સદગતિની પ્રાપ્તિ થતી નથી. દેવ અને ગુરૂ એ બન્નેને જીવે ઉપર ઉપકાર કરનારા માનીએ છીએ. તેને પણ એટલા જ માટે માનીએ છીએ કે તેઓ ધર્મનું નિરૂપણ કરે છે અને એ ધર્મ તે પણ મેક્ષ આપનારો ધર્મ છે તે જ ધર્મ છે. એવા ધર્મનું જે નિરૂપણ કરે તેમને જ આપણે સાચા દેવ અને સાચા ગુરૂ માનીએ છીએ.
ઈશ્વર અને કર્મ
દેવેને શા માટે ભજવા જોઈએ ? જે ધર્મવસ્તુને આપણે દેના પ્રસંગમાંથી ઉડાવી દીધી હોય