________________
~~~~
~~
~~
~~~~~~~~
તપ્રવાહ તીર્થકર થશે તે વખતે પ્રવાહ પાછો ચાલુ થશે, અર્થાત્ તે રોકાયે ખરે, પણ પાછો અસલ સ્થિતિમાં શરૂ થયે.
બીજો શ્રુત-પ્રવાહ તે મહાવિદેહમાં સતત ચાલે છે અને તે બીના વિસ્તારથી શાસ્ત્રસિદ્વાંતેમાં મશહુર છે. પાણીને પ્રવાહ ધરતીમાં સદા રહે છે, તેવી રીતે શ્રુતપ્રવાહ સદા હોય છે પણ પૃથ્વી પર તે પ્રવાહને પ્રગટ કરનાર તીર્થંકરદેવ છે. એ શ્રુતપ્રવાહને ખુલ્લે કરનાર જે કંઈ પણ હોય તે તે જગતગંધ શ્રી તીર્થકર દે જ છે, તીર્થકરનું ઉપકારીપણું માલુમ પડશે ત્યારે જ તેમની અને તેમના મૃતપ્રવાહની કિંમત હૃદયમાં અંકાશે. ભૂતકાળમાં જેણે જેણે કલ્યાણ સાધ્યું, ભવિષ્યમાં સાધશે અને વર્તમાનમાં સાધે છે તે બધું આ શ્રુતપ્રવાહને આભારી છે.
ચીલે ચઢેલું ગાડું શાસ્ત્રકારો તે કહે છે કે તીર્થકર દેવના પૂજનને કરનાર પૂજક કલ્યાણને ભાગીદાર બને છે, કેમકે તેણે સંસારમાં ઉગવારૂપ ફણગાને ફેંકી દીધા છે, કારણ કે ફણગા કયારે ઊગે? બીજ, પાણી અને ધૂળ હોય ત્યારે અર્થાત્ ઉગવારૂપ બીજ નથી, તૃષ્ણારૂપી પાણી નથી અને અજ્ઞાનરૂપ ધૂળ પણ નથી, અને તેથી જ શ્રી તીર્થકર દેવનું નામ “અરહંત છે. તે વાત ઉપરની બીના ધ્યાનમાં લેવાથી સમજાશે.
પૂજન એ પૂજકની પ્રસન્નતા વધારે છે અને અંતે પૂજયની નજીક પૂજકને પહોંચાડવામાં તે પ્રસન્નતા પ્રબળ સાધનરૂપ નીવડે છે.
આપણને એક ગુણવાનને સંજોગ મળે તે કેટલે આનંદ થાય તે પછી સર્વગુણ સંપન્ન સર્વ દેવને સમાગમ થાય અને તે સમાગમમાં રહીને ગુણ ગ્રહણ કરતાં આવડે તો તેના આનંદની અવધિ અનિર્વચનીય છે. એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી જ.