________________
૨૧૦
પ્રવચન દર્શન કીધું નથી. હજુ આગળ ચાલે. ચાર ઘાતી કર્મને કચ્ચરઘાણ કાઢીને લોકાલોક પ્રકાશક એવું ભગવાન કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઉપદેશ આપ્યું અને તે ઉપદેશ ગણધર ભગવતેએ ઝીલ્ય અને તે દેશના દ્વારા સંભળાવીને તે વચન સુધાથી જગતભરના લેકને પાવન કર્યા. ત્યારબાદ સમૃતિ ઢીલી પડી એટલે શાસન-પ્રભાવક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદુ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ ભાવિ પ્રજાના હિતાર્થે સર્વ આગમ પુસ્તકારૂઢ કર્યા. એટલે મૂળ તપાસીએ તે શ્રવણની પરંપરાને પ્રકૃષ્ટ લાભ અવિચ્છિન્ન માલમ પડશે.
આ ઉપરથી એક નિયમ માલમ પડે છે કે જગભરનું કલ્યાણ કરવાને પુસ્તક લખવાની રીતિ પહેલાં બહુ માનપૂર્વક સાંભળવાની રીતિ સમર્થ હતી.
શ્રત–પ્રવાહ તત્વને જાણનારા મહાપુરુષે જે તત્વને ઉપદેશ આપે તે જ પ્રમાણે તે તવને તત્ત્વ સ્વરૂપે જાણવું અને જાણ્યા બાદ હેય, ઉપાદેય વિભાગમાં વહેંચવું એ જ શ્રવણને યથાર્થ લાભ છે.
શંકા-સાંભળવાની સમર્થ રીતિ પ્રાથમિક માનશો તે કેઈ ને કેઈ પ્રથમ જ્ઞાની માનવે પડશે કે નહિ? અને તેમ થાય તે અનવસ્થાષ લાગુ પડશે કે નહિ ?
સમાધાનના, કારણ કે એ દોષ આપણે ત્યાં લાગુ નહિ પડે. કારણ કે આપણે ત્યાં અનાદિનું બંધારણ છે તેથી દોષ ટકી શકતું નથી, પરંતુ અનાદિ નહિ સ્વીકારનારાઓને તે દેષ લાગુ પડશે.
પ્રવાહ બે પ્રકારનો છેઃ એક બંધને પ્રવાહ અને એક સતત પ્રવાહ. તે બે પ્રવાહ પૈકી પ્રથમને પ્રવાહ જંબુદ્વીપના ભરત અરાવત આદિ ક્ષેત્રમાં છે. બીજો પ્રવાહ મહાવિદેહ ક્ષેત્રમાં છે. જેમ પાણીને પ્રવાહ બાંધ્યો હોય, ત્યાં બાહ્ય દેખાય પણ આગળ ચાલું હોય, તેવી રીતે અહીં તીર્થકરો થાય, શાસન ચાલે, પ્રવાહ ચાલુ રહે અને પછી યુગ–પ્રધાન શ્રી દુપસહ સૂરીશ્વરજીના અરસામાં આ કૃત–પ્રવાહ - બંધ થશે પણ પાછે કાળક્રમે પ્રથમ શ્રી તીર્થંકરદેવ પદ્મનાભ