________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૫ તે સિવિલ સર્જન આવીને બેઠે હેત તે પણ તેથી તમને આરામ ન થાત ! હવે તમારે રોગ મટવા જે હતું તે પછી શા માટે તમને પહેલે જ દિવસે પેલા છવીસમા દાક્તરને ત્યાં જ જવાની બુદ્ધિ ન સૂઝી ? શા માટે પેલા પચ્ચીસ દાક્તરને ત્યાં રખડયા ? અને પચ્ચીસને ત્યાં રખડયા પછી જ એવો દાક્તર શા માટે તમારા હાથમાં આવી ગયો કે જેણે તમારે રોગ મટાડી દીધું ?
શાતા અને અશાતાને ભેદ, આ સઘળી વાતને બુદ્ધિપૂર્વક વિચાર કરશે તે અંદરથી એ જ વસ્તુ ફલિત થતી જણાશે કે તમેને અશાતાને ઉદય થયો હતું અને એ અશાતાને ઉદય તમારે ભેગવવાને હતો, તેથી જ તમેને આજ સુધીમાં પેલા છવ્વીસમા દાકતરને ત્યાં જવાની બુદ્ધિ સૂઝી નહોતી અને પેલા પચ્ચીસ દાક્તરને ત્યાં જ વારાફરતી રખડ્યા કર્યા હતા ! પછી જ્યારે તમારે અશાતાને ઉદય પૂર્ણ થઈ ગયો અને શાતા વેદનીય કર્મને ઉદય થવાને સમય આવી પહોંચ્યા, ત્યારે જ તમને પેલા છવ્વીસમા દાક્તરને ત્યાં જવાની બુદ્ધિ સૂઝી હતી. દુનિયામાં કાંઈ છવ્વીસ જ દાક્તરો નથી. છવ્વીસ ઉપરાંત બીજા પણ સેંકડે દાક્તરો તે છે. તે પછી પચીસ દાક્તર પૂરા કર્યા પછી તમારી વૃત્તિ સત્તાવીસમા દાક્તરને ત્યાં જવાની શા માટે ન થઈ અને શા માટે પચીસ ઘર છોડ્યા બાદ છવ્વીસમાં દાક્તરને ત્યાં ગયા ? મહાનુભાવે ! દીર્ધદષ્ટિથી વિચારશે તે માલુમ પડશે કે એ સઘળે તમને શાતા વેદનીય કર્મને ઉદય થવાનું હતું, તેને જ પ્રભાવ હતો ! એને તેનું મૂળ કારણ પુણ્યને પાવર અત્યારે મદદમાં આવ્યો છે.
એ બધાનું કારણ શું? પચ્ચીસ દાકતરે છેડીને છવ્વીસમાને ઘેર જાઓ છે ત્યાં પણ ઘણીવાર એવું બને છે કે પહેલે જ દહાડે દાક્તર દવા આપે છે ને તમે સારા થઈ જતા નથી. આઠ દિવસ સુધી તમોને એક પછી એક દવા આપે જાય છે, પરંતુ તેથી મટતું નથી. હવે એક જ દાક્તર