________________
!
28)
દેવની આરાધના આશાનો અભ્યાસ
એટલે
[ દરેક ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્વ છે. આપણુ દેવ IF I “જિન” એટલે આપણે જેને કહેવાઈએ છીએ. ઋષભદેવ, મહાવીર બધા
જિન છે તેથી જનમત અનાદિને છે. દેવની ઉત્પત્તિ વિના ગુરુ કે ધર્મ | તત્વ પ્રગટ થતું નથી. તેથી દેવદીપક અનેક દીપક પ્રગટાવી શકે છે.
તીર્થકર ભગવાન પિતાની શક્તિથી કેવલ્ય દશાને પ્રાપ્ત કરે છે. તીર્થકરની પૂજા, સેવા, ભક્તિ બધું ત્યાગની બુદ્ધિ માટે છે. અઢાર દોષને દાહ ન થાય ત્યાં સુધી તીર્થકર ભગવાનની ઉત્તમતા બરાબર વી નથી. - દેવના આદર્શ ચરિત્રને અનુસાર ચાલવાવાળા તે ગુરુ અને દેવનું ! આદર્શ ચરિત્ર તે ધર્મ. દેવનું આરાધન એટલે તેમની આજ્ઞાને અભ્યાસ.]
(૧)
यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्तिविधानेन, नियमात् स फलप्रदः ॥६॥
અનાદિનો જેનો મત. શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ભવ્ય જીવોના હિતને માટે શ્રી અષ્ટક' નામના પ્રકરણની રચના કરતાં શ્રી મહાદેવ નામના પ્રથમ અષ્ટકમાં જણાવે છે કે જગતમાં દરેકે દરેક મતની પ્રવૃત્તિ, તે તે મતનું ધ્યેય વગેરે તે તે મતના. અધિષ્ઠાતાને અવલંબીને હોય છે.
વિષ્ણુદેવને માનનારા વૈષ્ણવ, શિવ નામના દેવને માનનારા શિવ, અને કબીરને માનનારા કબીરપંથી છે, તેવી રીતે આપણે પણ જિનદેવને માનનારા હોવાથી જૈન કહેવાઈએ છીએ, આ મુજબ બીજા