________________
^
^
^
જ્ઞાની તે એમાં હાથ ઘાલો છો ખરા? નહિ ! અગ્નિથી દઝાય એ વાત રૂંવાડે રૂંવાડે સજડ થઈ ગઈ છે. અગ્નિને તો અંશેયે અનુભવ છે પણ સર્પ સામે આવે ત્યારે તેના મેંમાં અંગુઠે ઘાલે છે? સર્પના કંસને અનુભવ નથી પણ સાંભળવા માત્રથી જીવને એટલી તીવ્ર અસર થઈ છે કે સ્વપ્નમાંયે તે સાપના મેમાં અંગુઠે ઘાલતા નથી. સ્વપ્નમાં સાપ આવ્યો; શરીરને વીંટા એવું દેખાય તે વખતે ભય હાડોહાડ વ્યાપે છે. એ મનુષ્ય એ વખતે કદી જાગૃત થાય છે તે વખતે (જાગૃતાવસ્થામાં) ત્યાં કાંઈ સર્પ નથી પણ છતાંએ તેની છાતી ધડકે છે, અંગ ધ્રૂજે છે, સ્વર વિચિત્ર થઈ જાય છે.
સ્વપ્નના આવા દશ્યની જે આટલી અસર થાય છે તે જેણે શાસ્ત્ર દ્વારા પાપનાં ફળ શ્રવણ કર્યા છે, દેખ્યાં છે (શાસ્ત્ર પર અટળ શ્રદ્ધા છે. શાસ્ત્રમાં આત્મા-પરિણત છે), તે પાપથી કેમ કે નહિ ? અવશ્યમેવ પ્રજે અને ઘરે જ ! જેટલો ધ્રુજારે એ છો તેટલી શ્રદ્ધા ઓછી ! તદ્દન નાનું બાળક સાપથી પણ ડરતું નથી. કારણ કે તેને સાપને નુકસાનની ખબર નથી તેમ જેને પાપની ખરી શ્રદ્ધા થઈ ન હોય તેને પાપને પૂજારો ક્યાંથી હોય ? જેને સાપના ડરની માલુમ છે તે બેટા સાપથી પણ ડરી જાય છે, “સાપ નીકળે ” એ શબ્દ શ્રવણ માત્રથી ચમકે છે, તેમ પાપ તથા તેના ફળની માહિતીવાળા “પાપ” શબ્દથી પણ ધ્રુજી ઉઠે ! આને બદલે આપણી પરિસ્થિતિ શી છે તે વિચારો ! પાપને ડર તે નહિ પણ પાપમાં પ્રવર્તન છતાંયે અમે કેવું કર્યું?” આવું ગુમાન ! પાપની પ્રેમપૂર્વક પ્રશંસા ! અરે! પાપને પાપ ગણાવનારની પણ મશ્કરી કરે ! આ પોથાં જ્ઞાની પણ શા કામને? શ્રી જિનેશ્વરદેવ પાપની- આ દશા બતાવે છે. આ જાણીએ છતાં પાપમાં રાચીએ, પાપની દુર્ગછા ન કરીએ એ દશા કઈ?
જ્ઞાની તે કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું હેય.
ધુમાડાના ગોટાથી જેમ અગ્નિનું અનુમાન થાય તેમ ક્રિયાની પ્રવૃત્તિના આધારે ત્યાં જ્ઞાન હેવાનું મનાય, જે કિયામાં તત્પર હોય તે જ્ઞાની; નહિ તે એ દુનિયાદારીના વકીલ. સજા થાય તે આપીને