________________
VVVVVVVVVVV :
૨૦૪
આનંદ પ્રવચન દર્શન ઉત્તર : મોક્ષની ધારણાએ ચારિત્ર લીધું જ નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે અનંતી વખતે લેવાએલું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર છે. ભાવચારિત્ર અનંતી વખત આવવાનું શાસ્ત્રકારોએ કહ્યું જ નથી. ચારિત્રમાં વધારેમાં વધારે આઠ ભવ. ભાવચારિત્ર હોય તે તે આઠ ભવમાં તે મોક્ષ મેળવી જ દેવાનું. અનંત ચારિત્ર થયાં તે સઘળાં દ્રવ્ય ચારિત્ર હોય છે. તે ચારિત્ર દેવલોક મેળવવા માટે સમર્થ છે. દેવલોક મેળવવા માટે, માનપૂજા માટે, સત્કાર માટે, સન્માન માટે, જે ચારિત્ર લેવાય છે તે દ્રવ્યચારિત્ર છે. આવાં અનંતાં ચારિત્ર મેક્ષ આપી શકે નહિ. જે બીડમાં–જે ખેતરમાં દાણે વાવ્યા નથી, તે બીડમાં સેએ વરસ ઘાસ જ થાય, પણ ધાન્ય નહિ ઊગે, કારણ કે ત્યાં ધાન્યને દાણે વાવ્યું નથી. તેમ અનંતાં ચારિત્ર કર્યા, વરસાદ આવ્યો, પણ બીજ–મેક્ષરૂપી બીજ ન વાવ્યું એટલે ધાન્ય નહિ ઊગ્યું. જે ચારિત્રમાં દેવલોકના કે મનુષ્યલકના સુખની ઈચ્છા નથી, તેવું કેવળ કલ્યાણની ભાવનાવાળું એક જ ચારિત્ર બસ છે. કલ્યાણની ભાવના રહી હોય તે એ સંસાર નિર્વેદ થયો. ચારિત્ર બગડયું તે દેવકાદિની ઈચ્છાએ બગડયું. અનંતા ચરિત્ર જે બગડયાં તે દેવલે કાદિના સુખેએ બગાડયાં.
કર્મક્ષય કે ફક્ત આત્મકલ્યાણની ભાવનાવાળું ચારિત્ર કંઈ પણ બગાડતું નથી. એવા ચારિત્ર અનંત વખત થઈ શકતાં નથી. માર્ગાનુસારપણું દરેક મતમાં માનીએ છીએ. માર્ગાનુસારિપણું તે તેમને મતના મોક્ષને અનુસરીને હોય. જુઠ્ઠી મહારની ઈચ્છા પણ મહોરના અથીને થાય. મોક્ષની ઈરછાએ ચરિત્ર થએલાં જ નથી. જે મોક્ષની ઈચ્છા થાય તે દ્રવ્ય ચરિત્ર કહેવાય જ નહિ. સતીને નામે સ્ત્રીઓ બળી મરતી હતી, પણ તે શાને અંગે ?” “મારા કુટુંબમાં હું સતી ગણાઈશ” એવા લેભથી, તે પછી તેનું જીવન ગમે તેવું છે. તે પછી મનપૂજાને માટે ધર્મની ક્રિયાઓ તીવ્ર હોય તેમાં અસંભવિત શું છે? જે શાસ્ત્રકાર અનંતાં ચારિત્ર કહે છે, તે જ શાસ્ત્રકારે જણાવે છે કે જે ચરિત્રો દેવવેકાદિકની ઈચ્છાએ લેવાય તે ચારિત્રો છે, બીજાં નહિ.