________________
દેવની આરાધના
પુણ્યરૂપ કઈ કાળમાં થયા નથી, થતા નથી અને થશે નહિ. તે સર્વકાળ માટે એક સરખે સિદ્ધાંત છે તે પછી તીર્થકરેએ તીર્થ સ્થાપીને કર્યું શું???
કારણ તીર્થકર તીર્થ સ્થાપીને એમ કહેતા નથી કે પહેલાં જેણે હિંસા કરી તેને હિંસાના પાપની ફિકર નથી. તેમજ હવે કરશે, તેને જ પાપ લાગશે. જેમ નાતવાળા એક કાયદો કરે અને જાહેર કરે કે આજદિન સુધી જેટલા ગુના થયા તે બધા માફ. હવે આ કાયદા વિરુદ્ધ કરશે તે ગુનેગાર ગણાશે, તેવી રીતે આ શાસનમાં નથી તે. પછી તીર્થકરોએ સિદ્ધાંતની પ્રરૂપણ કરીને વધુ કયું શું !!!
સિદ્ધાંતને વ્યવહારુ બનાવે ! ! ! જિનેશ્વરદેવોની ઉત્પત્તિના પહેલા કાળમાં પણ હિંસામાં પાપ હતું અને પાપનું રોકાણ પણ હતું તે પછી જિનેશ્વરેએ કર્યું શું એ પ્રશ્નના સમાધાનમાં સમજવું જરૂરી છે કે લાખ રૂપિયાને હીરે. અંધારામાં પડે હતો, કોઈએ દેખ્યો નથી ! અજવાળાનો આવિર્ભાવ થતાં બધાએ હીરો દેખ્યા !! અજવાળાએ હીરો દેખાડયો છે પણ બનાવ્યું નથી. વસ્તુતઃ અજવાળું હાથ પકડીને હીરે દેખાડતું નથી. પણ અજવાળાના અવલંબનથી જમીન પર પડેલો હીરો આપણે દેખી. શક્યા. અત્યાર સુધી જે પ્રવૃત્તિ થતી હતી, તે પ્રવૃત્તિને જોશભેર કરનારાઓ પણ જાણતા નહોતા કે આ પ્રવૃત્તિથી પાપ થાય છે કે પુણ્ય ? આ પ્રવૃત્તિથી કર્મ બંધાય છે કે કર્મ રોકાય છે ?
આ ઉપરથી એ માનવું પડશે કે પાપને પાપ તરીકે સ્વીકારવું અને તે પાપ હેય કેટીમાં હોવાથી તે પાપથી વિરામ પામવાના પુનિત માગે આવવાનું મન થવું; સંવર-નિર્જરાદિ કાર્યોને તે સ્વરૂપે માનવા અને સ્વીકારવા તે સર્વ તીર્થકરવાના ઉપદેશરૂપ અજવાળા વગર સત્ય પદાર્થોની સેવના બની શકે જ નહિ, સાપ, વીછી અને નોળીઓ વગેરે પડેલા હોય છતાં કઈ દેખી શકતું નથી. પણ કઈ દીપક કરે અને તે દીપકને અજવાળાથી સાપ-વીંછી–નળીઓ વગેરે ઝેરી જાનવરો દેખાય. અર્થાત્ દીપકના અજવાળાએ સાપ વગેરે ઝેરી
૧૨