________________
લવ્ય
૧૯૫ -
ભવ્યત્વ નહિ તે મેક્ષ પણ નહિ જ ! બીજા દાર્શનિકે કહે કે “મેક્ષને પામવા માટે દેવેને માનવા, તેમની સેવાપૂજા કરવી, જ્ઞાન મેળવવું અને વ્રત વગેરે કરવાં જોઈએ” આ સઘળી ક્રિયાઓ શા માટે કરવાની ? જવાબ એ છે કે મોક્ષને પામવા માટે પણ તે પહેલાં ભવ્યજીવને જ મેક્ષ મળે છે–ભવ્યજીવ એકલો જ મોક્ષને અધિકારી છે, તે વાત નક્કી થવાની જરૂર છે. એ નકકી થવું જ જોઈએ કે ભવ્યજીવને જ મેક્ષ મળે છે; બીજાને નહિ. જે જીવ ભવ્ય નથી, તેને મેક્ષ પણ નથી જ ! જ્ઞાન મેળવવું, સર્વવિરતિપદ ગ્રહણ કરવું; તપસ્યા, તપ, જપ, કરવાં, વિનય વૈયાવચ્ચ વગેરે આદરપૂર્વક સેવવાં એ સઘળાનું ફળ મેક્ષપ્રપ્તિ છે. પણ તે સઘળાને પાળવા છતાં એ, તે સઘળાનું ફળ મેક્ષપણું; પણ તે મળે ક્યારે? જીવમાં ભવ્યપણું હોય તે જ ! નહિ તે નહિ જ !!
જ્ઞાન, જપ, તપ, વિનય, સર્વવિરતિ એ સઘળી ચીજે એવી નથી કે જે આત્માને સ્વતંત્ર રીતે જ મેક્ષ આપી શકે. કેઈ એમ શંકા કરશે કે ભવ્યપણું જેમ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે જ રીતે જ્ઞાન વગેરે પણ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે પછી તે ચીજ-જેવાં કે જ્ઞાન તપ વગેરે પણુ—શા માટે મેક્ષ આપનારાં છે, એમ ન ગણવું જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર જરૂર સમજવા જેવો છે.
અંકુરનું મુખ્ય કારણ કેણુ? “બીજ. એક ઉદાહરણ–દષ્ટાંત-દાખલે લો. ખેડૂત જમીનમાં બીજ નાંખે છે, બીજમાંથી અંકુરો થાય છે. એ અંકુર ઊગવામાં કારણભૂત વસ્તુઓ કઈ કઈ છે? બીજ, માટી, પાણી, હવા એ સઘળી વસ્તુઓ કારણભૂત છે. પણ એ કારણેની સહાય વડે જે અંકુર ઊગે છે, તે અંકુરને આપણે માટીઅંકુર, જલઅંકુર, હવાઅંકુર કહેતા નથી, પરંતુ ઘઉંને અંકુર, બાજરીને અંકુર, જુવારને અંકુર એમ જ કહીએ છીએ.
ખ્યાલ કરજે કે બીજ એકલું ઊગી શકે જ નહિ. તે ઉગાડવામાં બીજ, માટી, પાણી, હવા એ સઘળાં કારણભૂત છે. પણ મુખ્ય કારણ શું છે? બીજ છે ! બીજ પતે જ અંકુરસ્વરૂપ છે અને તે અનુકૂળ