________________
દેવની આરાધના
૧૮૫ આત્માને પૂછે કે એ અઢાર દોષ આ આત્મામાં રહેલા છે તે દોષ છે કે ગુણ ? પ્રથમ પતાના દોષને જવાબ માગો.
કયા રૂપે તીર્થંકરદેવને માને છે અને પૂજે છે ? દૂષણ તપાસતાં શીખો. દૂષણને ભૂષણરૂપે માનવાની અને મનાવવાની મહાન ગંભીર ભૂલને આજે ભૂલી જાઓ. દૂષણને દૂષણરૂપે નહિ માનતાં ભૂષણરૂપે કેમ માનો છો ?
ગેખ્યા કરે !! - દૂષણને દૂષણરૂપે સ્વીકાર્યા વગર દૂષણને દૂર કરવારૂપ દાહ આત્મામાં થશે નહિ. દૂષણ પ્રત્યે દાહ લાવ્યા વગર સાચી ઠંડક થવાની નથી. એ અઢાર દોષ ભવોભવ ભટકાવનાર છે એ સમજતાં શીખે. એ દોષો દોષરૂપે હજુ સુધી સંસારરોગમાં રિબાતા રેગી આત્માને લાગ્યા જ નથી. દોષ એ ભટકાવનાર છે બલકે આત્મહિત બગાડનારા છે. રેગ થયે છે એવું રોગીને ભાન નથી. વૈદ્યને ઘેર દોડધામ કરનારા રેગીને રોગની વાસ્તવિક ભયંકરતા હજુ સુધી ભાસી નથી. એ દેવાધિદેવ દોષ દૂર કરનાર મનાય ત્યારે એ દોષોને ઢાંકનારા તમારા આત્મામાં દોષને દોષરૂપે દેખતાં થાઓ. અઢાર દોષથી આપણે હેરાન થઈએ છીએ એ તે માનતા થાઓ. પૂજ્ય અને પૂજકમાં લાખ ગાડાનો ફેર છે. પારકા ઘેર મુનિમગીરી કરનાર મુનિમની જેવી દશા આપણુ છે. હૂંડી અને પૈસાની લેવડદેવડ મુનિમની પિતાની નથી; પણ શેઠના હિસાબે છે. શેડના હિસાબે થતી હૂંડી, ખત, પૈસાની લેવડ–દેવડ વગેરેને પિતાના હિસાબે માને તે મુનિમ નથી. તેમજ મુનિમની ધારણા પૂર્વક આપણે પણ અઢાર દોષ દેવના હિસાબે માનીએ છીએ. આપણે કાંઈ લેવાદેવા નથી. એ અઢાર દોષ આપણું હિસાબે નથી. અને એ દોષમાં આપણે તે જોખમ કઈ ગણ્યું પણ નથી. | દોષની ભયંકરતા સ્વીકારવાથી દેષની ભયંકરતા વધે છે અને તેના જોખમદાર આપણે પિતે છીએ તે સમજતા થાઓ. દોષની ભયંકરતા નહિ છડું તે રખડ્યા કરીશ એ ગેગ્યા કરે.