________________
૧૯o
આનંદ પ્રવચન દર્શન તે નકામી જાય છે એવું બોલનારા હાથે કરીને અભવ્યના પરિણામને હાર ગળે પહેરે છે.
માટે તફાવત ભાવચરિત્ર થયું નથી તે માટે ઉત્સાહ અપાય એ વાત જુદી છે. પણ દ્રવ્યચારિત્રની નિષ્ફળતા માનવા-મનાવવામાં ગંભીર ભૂલ થાય છે.
ધર્મસ ગ્રહમાં જૂઠ બોલે તે પાપ લાગે, વિશ્વાસઘાત વગેરે જૂઠ બિલે તે પાપ લાગે, થ્રહ્મને બ્રહ્મહત્યા કરનારો છે એમ બોલે તે તે પાપ લાગે, જો કે તે વચન કેઈને જન્મ-મર્મ કર્મને નુકસાન કરનાર નથી.
પ્રશ્ન–બ્રહ્મબ કહેવાવાળાએ સાચું કહ્યું કે જૂઠું ?
સમાધાન–જૂઠું સ્વરૂપ અને તત્સંબંધી તે પણ જુઠ. જૂઠનું લક્ષણ અસત અભિધાન ઈતિ, અસત્ય અભિધાન હોય તે બોલવું તે જ જૂઠ. અહિત અભિધાન લઘુતા માટે બેલાય તે વાત જુદી. દેશની અપેક્ષાએ બેલાય તે જુદી વાત છે. આ બન્નેમાં આ દોષ રહે છે માટે તે નકામું છે.
દ્રવ્ય અનુષ્ઠાન દોષના દાહ વગરનું થાય તે પણ તે નિરર્થક નથી!
હવે દલીલથી વિચારીએ. દોષના દાહ વગર શ્રાવકપણું અને સાધુપણ કર્યા. તેમાં મળ્યું કે નહિ? બેલે તમે છોડયાં તેટલાં પાપથી બચ્યા કે નહિ? જે બચ્યા તે નિષ્ફળ કેમ? દોષદાહના કુળના હિસાબે એ છું મળ્યું કહ, પણ નિષ્ફળ તે ન કહે.
પાપ રોકાય એટલું જ નહિ, પણ સદ્દગતિ આદિ લાભ મળે. અનંતી વખત દ્રવ્યચારિત્ર કર્યા, દ્રવ્ય શ્રાવકપણું કર્યા, દ્રવ્યચારિત્રથી દેવગતિ આદિ મળે. અભવ્યને મેક્ષને ફાયદો ન મળે પણ સદ્દગતિ આદિ તે મળે, અને પાપથી રોકાણ થાય. અભવ્ય પાપમાં પ્રવર્તે હોય અને પાપમાં ન પ્રવર્તે હોય તે તે બંનેમાં તફાવત શું થાય?