________________
આનંદ પ્રવચન દર્શન આપણે તે કુદેવ અને સુદેવતાના ચોપડાનું નામું મુનિમની પેઠે કરીએ છીએ. આ આત્મામાં અઢાર દોષનું નામ પણ નથી લખતા.
સમકિત–મિથ્યાત્વી, ભવિ અને અભવિમાં ફરક કયાં પડે છે? “અઢાર દોષ રહિત હોય તે દેવ અને અઢાર દેષ હોય તે કુદેવ.” બધા એ બીના બેલે પણ તેથી સમકિતી અગર મિથ્યાત્વી થઈ જવાતું નથી. મને અને આખા જગતને અઢાર દોશે હેરાન કરી રહ્યા છે, આ મહાપુરુષે ટાળ્યા છે અને એ દોષ ટાળવા માટે આ શાસન જન્મ પામ્યું છે.
અઢાર દેષ રહિત દેવ” એમ બોલીએ છીએ. દોષને દોષ કહે છે તે સાચા મનથી બેસતા નથી. અને સાચા મનથી ન બેલે તેને. દોષનો દાહ ન હોય.
ઉત્તમતા હૃદયમાં વસી નથી. દોષ રહિતની ઉત્તમતા અને દોષ સહિતની અધમતા વિચાર! દોષના દાહવાળે સમકિતી, નવ પૂર્વ ભણવાવાળો સમકિતી કેમ નહિ? તે કહે છે કે અભવ્યને ઘેર દોષને દાહ નથી.
બધું કરે, કોડ પૂર્વ સુધી ચારિત્ર અને દેશવિરતી પાળે એ કેમ બનતું હશે?
પ્ર. કોડપૂરવ દશવિરતિ અને સર્વ ચારિત્ર પાળે અને છતાં લુખા કેમ?
સ, ચેપડયા મુશ્કેલ, પણ ભૂખ્યા રહેવું મુશ્કેલ નથી. દોષને દાહ થ એ જ મુશ્કેલ. સમકિતીના સાચા સૂરમાં મનમણિધર ડેલે છે.
આપણને વીંછી કરડે, પછી બીજાને કરડે, આપણને ન કર હોય અને બીજાને કરડે પછી આ બે વખતનો ચમકારે તપાસ ! હેરાનગતિને ખ્યાલ તપાસે. ન કરડયાવાળાને ઉપર ઉપરથી તેને કૂદાકૂદ દેખાય પણ પ્રથમ કરડયાવાળાના અને ન કરફ્લાવાળાના અનુભવના વિચારમાં ઘણું જ અંતર !!!
અઢાર દોષને દાહ ન થાય ત્યાં સુધી તીર્થકરની ઉત્તમતા હૃદયમાં વસતી નથી.