________________
દેવની આરાધના
તેના બળાપાને, આપણી દષ્ટિએ વિચારીશું તે ખબર પડશે કે આંખ વગરનું જીવન અકારું છે, તેવી જ રીતે આત્મિક દ્રષ્ટિએ વિચારશે. તે ખબર પડશે કે દેવતાને ભવ એ પણ આત્મશકિતના. આવિર્ભાવ માટે અંધાપા રૂપ છે.
મૂળ સિદ્ધાંતરૂપ ત્યાગ દેવતાના ભવમાં ક્ષાયક આદિ દર્શન હોય, અવધિ આદિ જ્ઞાન. નિયમિત હોય છતાં દેવતાને ભવ એક અપેક્ષાએ આંધળાના ભવા જેવો છે. જેમ આંખ વગર આંધળાને જિંદગી અકારી લાગે છે તેવી રીતે ચારિત્ર્યની લહેજત વગર દેવભવ અકારે લાગે છે. ત્યાગની વિશિષ્ટતા નહિ વિચારનારને તીર્થકરને તીર્થકર તરીકે માનવાને હક્ક જ નથી.
ધન, માલ, મિલકત, કુટુંબ, કબીલા, છેકર, હૈયાં વગેરે તે બધું તીર્થકર આપતા નથી, છતાં તેમનું પૂજન, સેવન અને વંદનાદિ જે કાર્ય કરીએ છીએ તે ફકત તેઓના ત્યાગના સમપકપણાને લઈને છે. | તીર્થકરોના ઉપકાર ત્યાગના હિસાબે છે. તીર્થકરે સ્વયં ત્યાગી બને છે અને સંસર્ગમાં આવેલાને ત્યાગી બનાવે છે. તમને કોઈ પૂછશે કે તીર્થકરને શા માટે માન છો ? જવાબમાં એ જ કહેજે અને એ ગોખી રાખજે કે “ત્યાગમાર્ગનાં અપૂર્વ દર્શન કરાવ્યાં તેથી.”
| તીર્થકરોની અધિકતા ત્યાગને આભારી છે. પૂજક પણ એ જ વિચારે કે મને સંપૂર્ણ ત્યાગી બનાવી પૂજ બનાવે, નંદક પણ એ. જ ઈચ્છે કે મને તે વિશ્વવંદનીય બનાવે, સેવક પણ એ જ અભિલાષે કે મને તે સેવ્યની સુખમય મેટિમાં મૂકે. આ બધી વિચારણા ત્યાગના. મૂળ સિદ્ધાંતરૂપ શાસનને અવલંબેલી છે.
- દૂષાણુની ભૂષણરૂપે માન્યતા. ત્યાગની તીક્ષ્ણતા જેના હૃદયમાં ઝળહળી નથી તે પ્રભુશાસનના.