________________
૧૮૧
દેવની આરાધના લે. અર્થાત્ બીજાએ ઉદ્યમ કરીને કેવળ જ્ઞાન પામે છે. તે હિસાબે તીર્થકરો અને સામાન્ય કેવળીઓ ભલે જ્ઞાનમાં બંને સરખા હેય. છતાં પ્રથમના જેટલા તે ઉપકારી નથી જ. જૈનશાસન જેવી ચીજને જન્મ, તેમાં ચારિત્રની કાર્યવાહી, શ્રેણિ માંડવી, જ્ઞાન પામવું એ બધું તીર્થકરની ઉત્પત્તિ વગર સંભવી શકતું નથી.
પ્રશ્ન–અતીર્થ સિદ્ધ એ તે તીર્થકરથી વધુ ઉપકારી ખરા કે નહિ?
સમાધાન–આકસ્મિક સંગે કઈ જાતિસ્મરણથી જ્ઞાન પામે, તીર્થવિચ્છેદ થયું હોય અગર તીર્થની હયાતિ ન હોય તે વખતે સિદ્ધિ પામનારા અતીર્થ સિદ્ધ કહી શકાય. અને તેઓ કેઈન સહકાર વગર સિદ્ધિ પામે છે એ વાત ખરી, પણ તે પ્રથમના કાકડા સળગાવનારા જેવા નહિ. અર્થાત્ તેમની સિદ્ધિથી બીજાઓ સિદ્ધ થઈ શકે તેવી પ્રણાલિકા ચાલતી નથી. તેથી તે વીજળીના ઝબકારા જેવા છે. કારણ કે વીજળીના ઝબકારાને પણ પ્રકાશ તે થાય છે. પણ તે બીજા દીપક કરવામાં ઉપયેગી ન નીવડે એટલે સામાન્ય કેવળીમાં કેવળજ્ઞાન પામીને તે બીજાને પમાડે તેવી જોગવાઈ કરવાની શક્તિ નથી.
પ્રશ્ન-અતીર્થસિદ્ધ ઉપદેશ દે કે નહિ ?
સમાધાન–ના, તીર્થ સ્થાપના વગર ઉપદેશની રીતિનીતિ હોતી નથી.
પ્રશ્ન-તીર્થકરો ઉપદેશ વગર સ્વયંબળે દીક્ષા લે છે પણ લોકોને તિકે આવે છે તેનું શું ?
સમાધાન–શેઠે ચાલવા માંડયું અને નેકરે કહ્યું કે “પધારો! અગર પધાર્યા” !! તેના જેવું છે. જેમ તમારે ઘેર મહેમાન આવ્યા તે વખતે તમે કહે કે “પધારે” એવું કહેવા ઉપરથી નેકરના કહેવા માત્રથી શેઠ અને તમારા કહેવા માત્રથી મહેમાન પધાર્યા નથી. તેવી જ રીતે સ્વયં જ્ઞાનબળે ઘરમાંથી નીકળવાની તૈયારી વખતે જ લેકાં