________________
૧૬૮
આનંદ પ્રવચન દર્શન બાપે આ છેકરાઓને કાઢી મૂક્યા હવે એ છોકરાઓ વેડફાઈ ગયેલો. વીસ કોડને એ ઝવેરાતને માલ પાછો ક્યાંથી લાવે?
શાસ્ત્રકાર કહે છે કે દેવનું આરાધન કરે, દેવ સંતુષ્ટ થાય તે હજી દેવતાઈ ચમત્કારથી માલ પાછો લાવવાનું બને પણ આ મનુષ્યભવ મળવો ઘણું જ મુશ્કેલ છે. ગયેલે મનુષ્યભવ અપાવવાની તાકાત દેવતામાં પણ નથી. આહાર, શરીર, ઇદ્રિયે, વિ, વિષયેનાં સાધન અને આબરૂ-આ છ વાતમાં જે મનુષ્યભવ હારી ગયા તો ફરી દેવસહાયે પણ એ મળી શકે તેમ નથી. જે દેવતામાં એ સામર્થ્ય હેય તે એ દેવો પોતે એકેદ્રિયમાં શું કામ જાય? તે જ જ્ઞાની કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું છે, અને પિતે તરી બીજાને તારવાને સમર્થ છે.
દેવતાથી પણ ન આપી શકાય તેવા દુર્લભ મનુષ્યભવથી કાર્ય કરવાનું શું એ વિચાર્યું ? આ ચાલુ પંચાત તે દરેક ભવમાં કરી છે. સ્થાનનાં, ધનમાલનાં, કુટુંબકબીલાનાં રક્ષણ તે ભવે ભવે ઘણુએ કર્યા. તિર્યંચના ભાવમાં પણ એ તે કર્યું, આ ભવમાં વધારે શું કર્યું? આહાર, શરીર, ઈન્દ્રિયો, વિષયો એ તે ત્યાં પણ હતા. સંસારસમુદ્રથી ઉદ્ધરવાને માર્ગ તે કેવળ અહીં જ મેળવી શકાય તેમ છે. એ માર્ગ શી રીતે પ્રાપ્ત કરાય? પહેલાં તે જડ ચેતનને વિભાગ કરવાનું જ્ઞાન મેળવે. પોતાનું મનપસંદ જ્ઞાન તેને જ્ઞાન ન સમજવું. આથી પુસ્તકના જ્ઞાનને અનાદર કરવાનું કહેતું નથી. કેસેટમાં ઊતરેલાં સ્તવને, ચત્યવંદને, પદો એ કેનું કલ્યાણ કરે? એમાં કેસેટને કાંઈ લેવાદેવા નથી, કેમકે એ જડ છે, તેમ આ આત્મા જડ-ચેતનના વિભાગને ન સમજે, કર્મબંધન તથા કર્મના અંતના ભેદને ન જાણે, સંસાર અને મેક્ષના સ્વરૂપનું અંતર ન અવેલેકે ત્યાં સુધી તેનું જ્ઞાન કેસેટ જેવું છે.
આત્મામાં જ્ઞાન પરિણમ્યું હોય તે તે આત્મા કઈ સ્થિતિમાં હોય ! અગ્નિથી દઝાય એવું સમજયા તે સ્વપ્નમાં અગ્નિ દેખે