________________
ધ્રુવની આરાધના
૧૭૩
આદિપણાના સહેજે સ્વીકાર કરે છે. જેમ વિષ્ણુની ઉત્પત્તિ પછી વૈષ્ણવ વગેરે વગેરે અનેક પુરાવાથી આદિપણું સિદ્ધ કરવામાં વધુ. દલીલ-યુક્તિની જરૂર નથી; પણ જૈનમત આદિપણાને સ્વીકારતા નથી, બલ્કે કોઈ પણ દલીલથી આદિપણાની સિદ્ધિ થતી નથી.
અનાદિકાળને જૈન મત છે, અને કોઈપણ વ્યક્તિ મુખ્ય સંચાલક તરીકે હાય છતાં દરેકે દરેક તીથંકરના સમયમાં બધાએ જૈન તરીકે મશહુર છે, હતા અને રહેશે અને અનાદિપણાની સાક્ષી જૈન શબ્દ પૂરતા હતા, પૂરે છે અને પૂરશે તેમાં શંકાને લેશભર સ્થાન નથી.
(૨)
જીતવાની એકસરખી પદ્ધતિ. વ્યક્તિના સ્થાપેલા ધમ, વ્યક્તિએ એ કહેલા ધર્મ, વ્યકિતઓએ ચલાવેલા ધમ તે તે વ્યક્તિના જન્મ પછી જ હોય છે, અને તે કિત અનાદિના હોય પણ નહિ અને તેથી જ તેણે કથન કરેલા ધર્મ પણુ અનાદિના હાય જ નહિ. આ બીનાને આપણે પૂર્વે વિસ્તારથી વિચારી ગયા. હવે અહીં જૈન શાસનમાં શ્રી ઋષભમત, શ્રી શાંતિમત, શ્રી પામત, અને શ્રી વીરમત એવા નામથી મત ચાલ્યા નથી. પ્રશ્ન—વીરશાસન કહેવાય છે ને ?
સમાધાન~વીરશાસનને સેવવાવાળાને શ્રી ઋષભદેવના અનુયાયી નહિ, એમ કહી શકાય જ નહિ. જેમ વિષ્ણુના અનુયાયી તે શૈવ નહિ, તેવી રીતે અહીં શ્રી વીરપ્રભુના અનુયાયી હોય તે એકલા પ્રભુ વીરને જ માને એમ નહિ, પણ ભૂતકાળના તી કરી અને વમાનકાળના વિહરમાના તથા ભવિષ્યકાળમાં થનારા બધાના અનુયાયી ગણાય, અને તેથી ભૂત–વ માન અને ભવિષ્યકાળમાં કે કેાઈપણ તીથ કરના શાસનમાં આરાધના કરનાર તે વ્યકિત તે જૈન તરીકે ગણી શકાશે. અર્થાત્ આથી તમારા પ્રશ્નના ઉકેલ સહેલાઈથી આવી ગયા અને તે સમજાઈ ગયા કે પ્રભુ મહાવીરે આચ્છાદિત થયેલ તત્ત્વ પ્રકાશિત કર્યું" તેથી વીરશાસનના અનુયાયીઓ જેવા પ્રભુ મહાવીરદેવને માને—પૂજે તેવી