________________
જ્ઞાની
૧૬૭ તેયે લુચ્ચા, નિંદાખેર, કે નિર્લજજ ન હોવા જોઈએ. એવા અવગુણ હોય તે મનુષ્યપણું ન બાંધે. લજજા, દાક્ષિણ્ય આદિ સદ્ગુણસંપન્ન હોય તે મનુષ્યપણું મેળવી શકે છે.
મનુષ્યભવ દુર્લભ છે એ સમજવું મુશ્કેલ નથી. એક રાજાએ એક વખત પ્રધાન સાથે વિચાર કર્યો કે આ રીતે પ્રજાને લૂંટીને ધન ભેળું કરવું એ ઠીક નહિ. પ્રધાને સલાહ આપી કે પ્રજાની મૂડી. જાણું રાખવી, જેથી આપણને ખપ પડે ત્યારે કામ આવે. રાજાએ પૂછ્યું: “પણ પારકી મૂડી જાણવી શી રીતે ? એમ કાંઈ કઈ પોતાની મૂડી આવીને જણાવી જાય ખરા ? ” પ્રધાને એક આબાદ યુકિત બતાવી. કે જેથી પ્રજા પોતાની મેળે જ આવીને પોતાની મૂડી નોંધાવી જાય. કિંમતી જરિયાન વાવટા કરાવવામાં આવ્યા અને રાજ્ય તરફથી જાહેર કરવામાં આવ્યું કે કોટિધ્વજને તે વાવટો આપવામાં આવશે અને દરબારમાં તેમની બેઠક આગળ રહેશે. આથી લોકે લલચાણ; પિતાની મૂડી બતાવીને વાવટે લાવવા લાગ્યા. એક અનુભવી શેઠે. વિચાર્યું કે જરૂર દાળમાં કાળું છે. એ ફૂલણજી ન બને, તે કેટિવજ ન ગણાય, વાવટો ન લાવ્યું અને દરબાર વખતે પિતાની બેઠક પાછળ ગઈ તેની દરકાર કરી નહિ. આ વાત પોતાના ઘરના. જુવાનિયાઓ (જુવાન છોકરાઓને)ને ગમી નહિ, પણ પિતાનું નહિ ચાલવાથી પરાણે મૌન રહ્યા.
એક વખત મેક (પ્રસંગ) એવો બન્યો કે કામ આવી પડવાથી શેઠ દેશાંતર ગયા. છોકરાઓ એ તકે વાવટે લેવા લલચાણ, વાવટે ત્યારે જ મળે કે નગદ કોડ ભેગા કરવા જ જોઈએ. એટલે પિતાને ત્યાંનો કિંમતી માલ સસ્ત વેચીને પણ તાબડબ કોડ ભેગા કર્યા દરબારને દેખાડીને વાવટો લાવ્યા અને કટિવજ ગણુયા. શેઠ ઘેરા આવ્યા. બનેલા બનાવથી માહિતગાર થયા, દીલગીર થયા. છોકરાઓને ઠપકો આપીને કાઢી મૂક્યા. શેઠે કહ્યું કેઃ “નાદાન છોકરાઓ! તમે વિસ કોડની કિંમતના હીરા માણેક રત્ન વગેરેને પાણીના મૂલ્ય. કાઢી નાંખ્યા ! જાઓ, એ લઈને આવો, પછી ઘરમાં પસાશે !”