________________
જ્ઞાની
૧૬૫
પણ છે પણ આત્માના વિચારા કયાં ? ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા ! અર્થાત્ પૈસા બચાવવા માટે અબજોનું પાણી કરનાર આ આત્મા છે. એક જીવનના બચાવ માટે આટલા ઉદ્યમ છતાં અનંતા જન્મમરણનાં કારણાથી કંટાળતાયે નથી !
સૌ જીવવા ઇચ્છે છે; મરણુથી બધા ડરે છે પણ તે ચાલુ મરણથી. આકી તા અનેક મરણાની સામગ્રી તૈયાર કરે છે. મેાહનીય કર્મીની સીત્તેર કાડાકાડી સાગરાપમની સ્થિતિ ખાંધે તેમાં કેટલાં વર્ષે જોઈ એ ? તેત્રીશ સાગરે પમે એક મરણુ તા ચાકકસ જ છે. સીત્તેર કાડાકીડી સાગરોપમ સુધી થવાવાળા જન્મમરણના પાર નથી. દેવ, ગુરુ, ધ એ ત્રણ તત્ત્વ સિવાય બીજો વિચાર મનમાં લાવે નહિ પણ તે ક્યારે ? સીત્તેર સાગરોપમના મરણથી ડર્યા ત્યારે ? ભાવદયા એ જ. આ બિચારા જ્ઞાનાવરણીયાદિ કર્માંના ઝપાટામાં પડયા છે તેમાંથી ખર્ચે કેમ તેવા વિચાર તે ભાવયા. પણ જે પેાતાનું શરીર ન દેખે તે પારકું શી રીતે દેખે ? પેાતાની સ્થિતિના જેને ખ્યાલ નથી તે પારકી સ્થિતિ શી રીતે દેખે ? પેાતાની સ્થિતિના જેને ખ્યાલ નથી તે પારકી સ્થિતિ શી રીતે જોઈ શકે ? તે ભાવયા આવવી ઘણી મુશ્કેલ છે. આ ભાવયા ન આવે ત્યાં સુધી ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવી દશા છે. એક આ ભવના મરણથી બધા ડરે છે પણુ અનંતા મરણના ડર નથી ! જ્યાં સુધી આ સંબંધી વિચાર નથી તે તેમાં પ્રવૃત્તિ તા થાય જ શી રીતે ? જિનેશ્વરદેવનાં વચના જીવ જાણે કે ન જાણે તાયે તેની પાપપ્રવૃત્તિ તા ચાલુ જ છે. સંસારવૃદ્ધિનાં, સંસારના અંતનાં કર્મ આવવાનાં તથા રાકવાનાં વગેરે રસ્તા ઇશ્વર બતાવે છે તેથી તેમના ઉપકાર છે. તેમને પૂજવા, આરાધવાનુ એક જ કારણ છે. દીવામાં તેલ પૂરા એટલે દીવા શુ કરે છે ? એ કાંઇ કચરા કાઢે છે ? ના ! પણ દીવાના પ્રતાપે કચરા કાઢી શકીએ, હી। પારખી શકીએ અને સાનુ–રૂપ જોઈ શકીએ છીએ. દીવા ગુલ થયા એટલે હીરા તથા કાચમાં, સાચા અને ફુટકિયા મેાતીમાં, સેાના, રૂપા અને પિત્તળ, કલાઈમાં ફરક કયા ? પદાર્થ દીવાથી જોઈ શકીએ માટે તેમાં તેલ