________________
જ્ઞાની
૧૬૩
થઈને બેસે છે, વળી ગંધ આવે છે, વળી ફરી દોટ મૂકે છે, તેવી જ રીતે મનુષ્યની પુણ્યપ્રકૃતિ બાંધવાની તાકાત પિતાની પાસે જ છે; કાંઈ બીજા પાસેથી લાવવાની નથી. જેનેતરોમાં તે એવી માન્યતા છે કે ઈશ્વર ધારે તે પિતાની મરજી મુજબની ગતિમાં જીવને મેકલે પણ જૈનદર્શનમાં એવી માન્યતા નથી. ગતિની પ્રાપ્તિ કર્મને આધારે જ છે, કરેલાં કર્મોની જવાબદારી–જોખમદારી જીવને પિતાને જ શિર છે.
ઈશ્વરને ઉપદેશ ઉપકારક તમારામાં (જૈનદર્શનમાં) ઈશ્વર પ્રસન્ન થઈને દેવલોક આપવાને નથી. જ્યારે ઈશ્વર દેવલોક આપવાનું નથી તે તેની ભક્તિ શા માટે કરવી? આવી શંકા બાળકને થાય એ સ્વાભાવિક છે, માટે તેને ઉપાલંભ આપવાનો નથી પણ એ શંકાનું સમાધાન કરવું જોઈએ. નાનાં બાળકને જ્યાં સુધી તેના સંસ્કાર દઢ ન થાય ત્યાં સુધી માબાપે ઉત્તર દેવાની છૂટ રાખવી જોઈએ.
ચાલતાં ચાલતાં એક મનુષ્યને વિચાર થયો કે, “પદાર્થ જેવા માટે આંખ છે તે અજવાળાનું કામ શું ? અજવાળું અછતા પદાર્થને બતાવવાનું નથી કે છતા પદાર્થને ઓળખાવવાનું નથી તો અજવાળાની શી જરૂર ? આ શંકાનું સમાધાન પણ સ્પષ્ટ છે. આંખ ખી હોય, પદાર્થ પણ સાફ હેય છતાં અજવાળા વિના દેખાય નહિ તેમ સ્વર્ગાદિનાં કારણે પણ આપણને પરમેશ્વરના ઉપદેશ રૂપ પ્રકાશથી જ માલૂમ પડે છે. જેમ પદાર્થના અવલોકનમાં પ્રકાશ આવશ્યક છે તેમજ સ્વર્ગ, મુકિત આદિનાં કારણે બતાવવામાં, સંવર નિર્ભર પુણ્યના ઉપાય બતાવવામાં શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ પરમ આવશ્યક છે.
અહીં વળી શંકાને સ્થાન છે કે અજવાળાથી જેમ સારા પદાર્થો દેખાય તેમ ખરાબ પણ દેખાયને ? તેમ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ સ્વર્ગાદિનાં કારણે બતાવે તે સાથે નરકાદિનાં પણ બતાવે ને?
વાત ખરી. કટે વાગવામાં અજવાળું કારણભૂત નથી પણ ચાલવું એ જ કારણભૂત છે અર્થાત્ કટાથી બચવું હોય તો અજવાળું જ