________________
-
આનંદ પ્રવચન દર્શન
ભાન નથી, મેહમદિરાના છાકમાં છકેલા આ જીવને પોતાના સ્વરૂપને તથા પોતાની સંપત્તિને ખ્યાલ જ નથી.
ખરેખરી (મેટામાં મોટી ખામી ! દુનિયામાં આંખ એ રતન ગણાય છે. આંખ ખરી ઉપયોગી ચીજ છે છતાં એ આંખમાં રહેલી મોટામાં મોટી બદી આપણે ખ્યાલમાં નથી. આંખ આખા જગતને દેખે, પાટડે, બારી, જાળી, ગોખલા બધું દેખે, પણ પિતાને ન દેખે, તેવી રીતે આ જીવ મોહમાયાની મદિરામાં એવો મસ્ત બન્યા છે કે બાળપણમાં મા, બાપ, ભાઈ વગેરેને દેખે છે, રમત થયા એટલે ગઠિયાને દેખે છે, ભણતે થયો એટલે વિદ્યાર્થીઓને દેખે છે, પર એટલે સ્ત્રીને દેખે છે અને પરિવારવાળે થયો એટલે પુત્રપુત્રી વગેરેને દેખે છે અને છેલ્લે મરણ વખતે શરીરને (જડજીવનને) ઝંખે છે પણ પળવાર પણ જીવ પિતાને નથી દેખતે કે નથી ઝંખતે. આ આત્માએ આખી જિંદગી બીજું બધું તપાસ્યું પણ પિતાને કયારે તપાસ્યા ? “હું કોણ? મારું શું થશે? હું શું લઈને આવ્યો હતે ? શું મેળવ્યું ? શું ગુમાવ્યું? શી દશા ? આ દશા શાથી?” એવું ક્યારે વિચાર્યું?
ઉડાઉ માણસ કેથળી સામે જોતું નથી, એ તે ખરચે જ જાય છે, છેવટે કથળી ખાલી થયેથી ટાંટિયા ઘસવા વખત આવે છે. તેવી રીતે આ જીવ પણ આયુષ્યને ભેગવે જ જાય છે, વેડફે જ જાય છે પણ નવી આવકને વિચાર સરખો કરતું નથી. દુનિયામાં જે માત્ર ખર્ચવાની જ વાત કરે છે અને આવકની વાત નથી કરતો તે છેલછબીલા જેવો ગણાય છે. આ જીવની પણ એ જ દશા છે. આવી દશાવાળાને આવક ગમતી નથી એમ નહિ પણ આવકના રસ્તા ખબર તે પડવા જોઈએ ને ! તેમ મનુષ્યપણામાંયે જીવને પુણ્યના રસ્તા જાણવા તે જોઈએ ને ! પુણ્યના રસ્તા બહારથી લાવવાના નથી પણ પિતાના આત્મામાં જ છે. - કસ્તુરી મૃગ પોતાની હૂંટીમાં રહેલી કરતુરીની ગંધથી તે લેવાને બહાર દેટ મૂકે છે. પણ બહાર હોય તે મળે ને? તે નિરાશ