________________
૧૦
*
આનંદ પ્રવચન દર્શન
ત્યારે આ પેઢી ઊભી થઈ અહીં આવ્યા પહેલાં આપણે માબાપને કે માબાપ આપણને ઓળખતા નહોતા. જ્યાં આપણે જન્મ લીધે છે ત્યાં શું માબાપ વગેરેને પસંદ કરીને આપણે આવ્યા છીએ? કે આપણને માબાપે પસંદ કર્યા છે? મનુષ્યપણાની ગતિ અને આયુષ્ય. બાંધ્યાં તેથી મનુષ્ય માતાની કુખે અવતર્યા.
જેવાં કર્મ તેવી ગતિ આદિ સમજવાં. કર્મ કર્મ” એવા શબ્દો પોકારીએ પણ એનું વરૂપ, પ્રકાર, પરિણામાદિ ન જાણીએ. તે શું વળે ? સારા કર્મોથી સારી ગતિ આદિ, નઠારાં કર્મોથી નઠારી ગતિ આદિ થાય. કર્મ પકડીને લવાય કે કાઢી મુકાય તેવી ચીજ નથી. મનુષ્યપણાનું કર્મ લાવ્યું (પકડીને) આવતું નથી કે કાઢયું જતું નથી, તે તેને લાવવાને અગર કાઢવાને વિચાર નકામે છે. પણ કેટલીક વખત એમ બને છે કે તેનાં કારણેને લાવવાની તથા કાઢવાની. શક્તિ આપણી હોય છે. દીવાના અજવાળાને મૂઠી ભરીને કે ઘડામાં ભરીને આપણે લાવી શકતા નથી કે સુપડાથી કે સાવરણીથી કાઢી શકતા નથી, છતાં પણ અજવાળું લાવવામાં તથા કાઢવાનાં કારણો આપણા હાથમાં છે. જ્યારે જ્યારે અજવાળાની જરૂર પડે ત્યારે ત્યારે દી કરીએ અને ન જોઈએ ત્યારે ઓલવી નાખીએઃ તેવી રીતે પૂણ્ય-પાપ લાવી કે કાઢી શકીએ તેમ નથી પણ તેનાં કારણ તરીકેની પ્રવૃત્તિ કરીએ તે પુણ્ય-પાપ આપોઆપ આવે અને ચાલ્યાં જાય. જેમ દવે કરવાથી તથા ઓલવવાથી અજવાળું તથા અંધારું આપોઆપ આવે અને ચાલ્યા જાય છે.
સ્વરૂપ તથા સંપત્તિને ખ્યાલ મનુષ્યભવરૂપી આ પેઢીમાં, થેલીમાં સિલિક શી છે? આયુષ્યની અપેક્ષાએ શી સ્થિતિ છે? તે વિચારે. એક શેઠનો કરે છત્રીસ હજાર રૂપીઆ લઈ મુંબઈ ગયા અને ત્યાં તેણે તે સિલિકથી પેઢી. બોલી, મુનિમ રાખે, પેઢી મુનિમને સોંપી. કેટલેક દિવસે તેના ગામને એક ગૃહસ્થ આ, પેલા શેઠના છોકરાને પૂછ્યું કે-“ભાઈ, પેઢી કેમ ચાલે છે?” તેણે કહ્યું: “મુનિમ ચલાવે છે. ગૃહસ્થ શિખામણ