________________
જ્ઞાની
૧૫૮
ગયેલી ચીજ હાથ આવતી નથી તેમ સંસાર-સમુદ્રમાં મેળવેલું મનુષ્યપણું ગયું તે તે ફરીને મળવું ઘણું મુશ્કેલ છે. એ મુશ્કેલીનું સ્વરૂપ, કારણ વગેરે સમજવું જોઈએ. મનુષ્યત્વપણું કયારે મળે? પ્રકૃતિએ કષાયોનું પાતાળપણું, દાનરૂચિપણું તથા મધ્યમ ગુણેની પ્રાપ્તિ થાય ત્યારે જ મનુષ્યપણું મળી શકે. ઈચ્છા રાખ્યા માત્રથી કાંઈ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે ઈચ્છા છે અગર ન
પણ કારણે મળે તે જ કાર્યસિદ્ધિ થાય છે. જે એમ ન હોય તે દુઃખ, દુર્ગતિ, કે પાપની કઈ ઈચ્છા કરતું નથી છતાં જીવને એ કયાંથી વળગે છે ?
કઈ રગને ઈચ્છતું નથી, તમામ આરોગ્યને ઈરછે છે છતાં રોગી કેટલા નજરે પડે છે? રોગની ઈચ્છા ન હોવા છતાં પણ રોગનાં કારણે મળે તો રાગ જ થાયઃ આરોગ્યતા પણ આરોગ્યતાનાં કારણે મળે તે જ સાંપડે. ઈચ્છા સુખની હોય છતાં કારણે દુઃખનાં મળે તે દુ:ખ જ નીપજે, નહિ તે જગતમાં દુઃખની ઈચ્છા કેને છે? સર્વને સુખની જ ઈચ્છા છે ! ઈચ્છા સદ્દગતિની છતાં તેનાં કારણે ન મેળવીએ તે તે કયાંથી મળે? સદગતિની ઈચ્છા છતાંયે કારણે મેળવીએ દુર્ગતિનાં તે સદગતિ કયાંથી મળે? દુર્ગતિ જ મળે.
મનુષ્યદેહની પ્રાપ્તિ કેટલાયે જીવ કાગડા, કૂતરા, બિલાડા, પાડા, બળદ, કીડી, મકેડી, ફળ, ફૂલ વગેરેનાં અવતાર (નિ)માં છે એ જ મનુષ્ય ન થયા અને આપણે થયા તેનું કારણ શું ? જેવા જીવ આપણે છીએ તેવા તેઓ પણ જીવ જ છે ને? છતાં આપણને મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાત, કુળ વગેરે બધું મળ્યું અને એ જીવને મનુષ્યપણું ન મળ્યું તેમાં કોઈ કારણ તે ખરું કે નહિ ? એ જીવોએ મનુષ્યપણું પામવા ગ્ય કારણે મેળવ્યા નહિ, તેથી તેઓ મનુષ્ય ન થયા અને આપણે તેવાં કારણે મેળવ્યાં માટે મનુષ્ય થયા; આ પેઢી (મનુષ્યપણાની) કઈ સિલિકથી ઊભી કરી? મનુષ્યપણાની ગતિ, આયુષ્ય, પંચેદ્રિયપણું વગેરે જ્યારે નીપજાવ્યાં (ઊભાં કર્યા)