________________
૩૦
- આનંદ પ્રવચન દર્શન લઈ જવાને માટે પ્રયત્ન કરવા માંડયા હતા. મહારાજાએ જૂની હસ્તિશાળામાંથી નવી હસ્તિશાળામાં હાથીએ લઈ જવાને માટે ભારે યને કર્યા હતા. પરંતુ હાથીઓ એ નરી હસ્તિશાળામાં જવાને પણ રાજી ન હતા તેમ તેઓ જૂની હસ્તિશાળામાં રહેવાને માટે પણ રાજી ન હતા. આ સ્વપ્ન આવ્યા પછી હસ્તિપાળ મહારાજા ભગવાનની પાસે ગયા, ભગવાનને એ સ્વપ્નની વાત નિવેદિત કરી અને પછી હસ્તિપાળ મહારાજાએ કહ્યું કે “ભગવાન ! મને આવું વિચિત્ર સ્વપ્ન આવ્યું છે માટે કૃપા કરીને મને સ્વપ્નને મર્મ કહે.”
' સ્વપ્નને મર્મ સમજે. હસ્તિપાળ મહારાજાના આ સ્વપ્નને શ્રવણ કરીને શ્રી ભગવાન ઉત્તર આપે છે કે “આ સ્વપ્ન મારા નિર્વાણના દિવસ અંગે છે, સ્વપ્નમાં તમે જે ભાંગેલી શાળાને નિહાળી છે તે ભાંગેલી શાળા તે દુનિયાદારી છે અને ચારિત્ર તે નવી હસ્તિશાળા સમજવાની છે. હાથીએ એ જૂની હસ્તિશાળામાંથી નીકળતા નથી તેને અર્થ એ છે કે ભવ્ય જીવરૂપી હાથીઓ જૂની હસ્તિશાળારૂપી સંસારમાં એવા લપટાશે કે તેમાંથી તેઓ નીકળવાને જ ઈચ્છશે નહિ ! ગુરુદેવરૂપી મહાવતે ભવ્યજીવનરૂપી હાથીઓને નવી હસ્તિશાળારૂપી ચારિત્રને પંથે દોરી જશે તે પણ નવી શાળારૂપી ચારિત્ર સુધી જતા ઘણું હાથીરૂપી ભવ્યજી નાસી જશે અને સોમાંથી સાઠ ભાવાત્માએ પણ એ નવી શાળારૂપી ચારિત્રમાં પ્રવેશવા અર્થે બાકી નહિ રહે? આ સ્વપ્ન ઉપરથી આજને સંસાર કે છે તે સમજવાનું છે આજને સંસાર કે ભયંકર છે અને તેમાંથી ભવ્યાત્માઓએ પણ નીકળી જવું એ કેટલું દુષ્કર છે તે ઉપરના સ્વપ્ન ઉપરથી સ્પષ્ટ થાય છે !
તામલિ તાપસની જીવનસ્થા આજને આ સંસાર તે ભાંગેલી હસ્તિશાળા જેવું છે. એ ભાંગેલી હસ્તશાળારૂપી રેગ, શેક, થાક અને વિકારોથી ભરેલા આ જગતમાંથી જ જે જીવેને બહાર નીકળવાનું મન થતું નથી તે છે