________________
સુખ દુઃખ સમીક્ષા
૧૩૪ તામલિ તાપસ બાળ તપસ્વી હતું, મિથ્યાત્વી હતું છતાં દેવતાની રિદ્ધિ જોઈને તે પણ ચ નહિ! જ્યારે મિથ્યાત્વી તાપસ દેવતાની રિદ્ધિ જઈને ચળતું નથી તે પછી વિચાર કરો કે સમકીતિ જીવે કઈ દશામાં આવવું જોઈએ? મિથ્યાત્વીની દશામાં પણ સુખની બેદરકારી, અને દેવતાઈ રિદ્ધિની અવગણના કરે છે તે સમઝીતિને શું બનવું જોઈએ તેને વિચાર કરજે. સમકીતિ જીવની એ ફરજ છે કે તેણે આ જગતનું સુખ તે સુખ છે એ પાઠ ભૂલી જવો જોઈએ.
- સુખ અને દુઃખને સમજો સમકતિ જીવોએ “સુખ તે સુખ છે' એ પાઠ ભૂલી જ જોઈએ, એટલું જ નહિ પરંતુ તેમણે સુખની જગ્યાએ દુઃખ લખી લેવું જોઈએ. રાજા, સમ્રાટ, ઈન્દ્ર આદિની દશામાં સુખ છે એ વાત સમીતિ જીવોએ ભૂલી જવી જોઈએ અને સુખ તે દુઃખ છે એમ જ તેમણે માની લેવું જોઈએ! આ વસ્તુ સિદ્ધ કરવી એ કેટલી મુશ્કેલ છે? જે દુઃખ આવી પડે, જે સંકટ તૂટી પડે, તે સંકટને તે દુ:ખને સુખ લખવું એ જેમ મુશ્કેલ છે, તે જ પ્રમાણે સુખને દુઃખ લખવું એ પણ મુશ્કેલ છે. “સુખ તે દુ:ખ અને દુઃખ તે સુખ એ બંને પાઠોને આ રીતે પરસ્પર ફેરવી લેવાના છે. શું આ સ્થિતિને તમે સહેલી માને છે?
યાદ રાખજો કે એ સ્થિતિ જરાય સહેલી નથી ! તમે સુખને દુ:ખ માનો અને દુ:ખને સુખ માને અથવા તે સુખને દુઃખ માનીને તે પ્રમાણે વર્તે યા દુ:ખને સુખ માનીને તે પ્રમાણે વર્તે છે તે દૂર રહ્યું, પરંતુ સુખને દુઃખ અને દુઃખને સુખ એમ લખતાં જ તમારા હૈયાને શી અસર થાય છે તે તે વિચારે ! પરસ્પર પાઠ ફેરવી નાંખતા પહેલાં તે તમારું હૈયું જ ધ્રૂજી ઊઠે છે !!!
પાશેરામાં પહેલી પૂણી. સુખ એટલે દુઃખ અને દુઃખ એટલે સુખ એ માનવામાં જ તેમને વાંધે છે એમ નથી. તમને તે સુખ એટલે દુઃખ અને ખ એટલે સુખ–એ પ્રમાણે લખવામાં પણ વાંધો નડે છે! હજુ તે તમારે એ પ્રમાણે માનવાનું નથી. હજી તે તમારે એ પ્રમાણે વર્તવાનું નથી,