________________
નવપદ
૧૪૩
આચાર્યાદિ વગેરેને માનીએ છીએ. એમનામાં અનુપમેય સર્વસ્વ છે, તે મારે મેળવવું છે. આથી સમ્યદર્શનાદિ ચાર લેવાથી પાંચે પદને માનીએ છીએ, મેળવવા માટે જ માનીએ છીએ અને તેવા સાધ્ય તરીકેને મુદ્દો નહિ રહે તે અભવ્ય અને ભવ્યમાં લેશમાત્ર ફરક નથી.
સમ્યગદર્શનવાળાને સમ્યગદર્શનાદિનું ધ્યેય હોય છે અને અભવ્યને તે યેય હેતું નથી. આપણું યેય સમ્યગૂ દર્શનાદિ ત્રણનું જ હોઈ શકે. તત્ત્વાર્થકારે ત્રણ પદ જણાવેલા છે, અહીં નવપદમાં ચાર પદ કહ્યા, તપ પદ કેમ ઉડાડી દીધું ? પ્રતિજ્ઞા રૂપી તપ સિદ્ધપણામાં હોતું નથી, અણુહાર રૂપ તપનું સાધ્ય રત્નત્રયીમાં હોય છે. છતાં તે નથી લીધું, તેનું કારણ એ છે કે અણુહારી થવું એ ગુણ નથી ગણે. પણ દોષના અભાવ રૂપ ગણે છે.
નામકર્મને ઉદય હતું, તેજસુની આગ ભભૂકી રહી હતી, ત્યાં સુધી આહારત્યાગ ગુણ હતો જ નહિ, તૈજસૂના દોષથી થયેલ આહારને સદ્દભાવ અને તે રૂપી દોષને અભાવ તે અણહારીપણું સાધન તરીકે તપ હતું, માટે તેને તમરૂપ ધર્મમાં લીધે નથી. સમ્યગૂ દર્શનાદિ આત્માનું સ્વરૂપ, અને તે મેક્ષમાં સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે વીતરાગપણું હોય છે. તેથી આત્માના કબજાના માલિકીના છે. અખંડ પ્રાપ્તિ માટે સહાયભૂત તપ એ પ્રવૃત્તિ ધર્મ છે. તે પ્રવૃત્તિરૂપ ધર્મમાં ઉજમાળ રહેલ ભવ્યાત્માઓ સહેજે સ્વરૂપ ધર્મરૂપ શિવ સંપદાઓ સાધે છે. સિદ્ધચક્રમાં રહેલ સર્વોત્કૃષ્ટ અલૌકિક નવપદ સર્વત્ર શાસનમાં સર્વદા જાતિવાદમાં જયવંતા વતે છે !!