________________
૧૫૪ .
આનંદ પ્રવચન દર્શન એ મંતવ્ય છે કે આહાર, નિદ્રા, ભય અને મથુન એ ચારે તે મનુષ્ય તથા પશુમાં સરખાં છે એટલે કે મનુષ્ય જીવનની સફળતા આ ચારની પ્રવૃત્તિમાં નથી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં છે. આમાં રહેલા આ સહજ મંતવ્યથી દરેક પોતાને ધમી ગણવા તૈયાર રહે છે. પિતાને જે કઈ પમી કહે તે ખુશખુશ થાય છે; કારણ કે આર્યક્ષેત્રમાં ધર્મને ઊંચામાં ઊંચી ચીજ ગણવામાં આવેલી છે. અર્થાત મનપસંદ ચીજના સારા યા નરસા શબ્દો શ્રવણેન્દ્રિયને સાંભળવા અત્યંત મધુર લાગે છે.
અનાદિ સંસ્કારનો પ્રત્યક્ષ પ્રભાવ ! જે ધર્મ મનુષ્ય જીવનને સફળ કરે તેવો ધર્મ આપણાથી થયે કે નહિ તે આપણે પારખી શકતા નથી, અને જ્યારે હેય, ઉપાદેય વગરની સ્થિતિ હોય તે ઘાંચીને બળદ ફર્યા કરે તે ઉદ્યમ ગણાય. વસ્તુત: એ આંધળિયા ઉદ્યમમાં આત્માનું વળે નહિ. ધર્મ કરીએ પણ આત્મામાં ધર્મના અંકુરે, થડ, ડાળી, પાંદડાં, ફૂલ કે ફળ શું થયું તે જણાય નહિ, ધર્મ કેટલે થયે, કે થયો વગેરેની સમજ ન પડે તો ધર્મ માટે પણ તે ઉદ્યમ આત્માને શી રીતે આગળ વધારી શકે ? ધર્મ એ બાહ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળી ચીજ નથી કે જેથી થયેલે કે ન થયેલો જાણી શકાય. અર્થાત ધર્મ એ ઈન્દ્રિયો દ્વારા દેખી કે જાણી શકાય તેમ નથી, છતાં ધમને ન જ જાણી શકાય તેમ પણ નથી
શાસ્ત્રકારો કહે છે કે કેટલાક પદાર્થો સાક્ષાત્ જણાય, જ્યારે કેટલાક પદાર્થો તેનાં ચિહ્નો દ્વારા જણાય છે. ચૂલાની પાસે હોઈએ તે અગ્નિ સાક્ષાત્ દેખીએ છીએ. જ્યારે ચૂલે ન દેખાય તેટલા દૂર હઈએ કે બહારના ભાગમાં હોઈએ તે પણ ધુમાડા દ્વારા એ અગ્નિ હોવાનું આપણે જાણી શકીએ છીએ. તે પ્રમાણે જ્ઞાની પુરુષે પણ ધર્મને તેનાં ચિહ્નોથી જાણી શકે છે. આપણે ધર્મને સાક્ષાત્ ન જાણી શકીએ પણ તેના ચિહ્નો દ્વારા એ જાણી શકીએ. વૃક્ષનું થડ, ડાળ, પાંદડું, ફૂલ, ફળ એ બધું બહાર જણાય પણ તે બધાને આધાર