________________
૧૫૬
આનંદ પ્રવચન દર્શન છે. ઔદાર્યની ભાવના છતાં પ્રવૃત્તિ બધાની સરખી થવી મુશ્કેલ છે, તેમજ જગતમાં બધા કાર્ય માં બધાની તેવી ભાવનાવાળાની બુદ્ધિ સરખી ચાલે તેમ નથી. ઘણું છોકરાને માબાપ દોરીને, રોવડાવીને, ટાંગાટોળી કરીને નિશાળે લઈ જાય છે. રમત છેડવી પડે છે તે છોકરાને આકરું લાગે છે તેવી રીતે આ જીવને સ્વાર્થ છે અને પરમાર્થ આગળ કરો તે પણ ઘણું જ આકરું લાગે છે.
ધમનાં ચાર ચિહ્નો ! ! ! છોકરાં નિશાળે માબાપના કહેવાથી જાય છે, તેમ ધર્મના તમામ રસ્તા આપણે સમજી ગયા હોઈએ એવું બને નહિ. પહેલવહેલાં આપણે અજ્ઞાન હોઈએ તે કઈ રીતિએ ધર્મ કરે? છતાં ઘર્મિષ્ટના કહેવાથી ધર્મ કરાય, તેમને ધર્મ કરવાનું ના કહેતાં મનમાં સંકેચ થાય તેનું નામ દાક્ષિણ્ય. આ જેઓમાં હોય તેઓમાં ધર્મનું બીજું ચિહ્ન છે તેમ સમજવું. દાક્ષિણ્ય સારું અને ખોટું બેય કામ કરાવે. પાડેલીએ બે દસ્તાવેજ લખ્યું હોય ત્યાં શરમ કે લાલચ ખાતર શાખ કરાય તે ધર્મનું ચિહ્ન નથી, પણ દાક્ષિણ્ય શબ્દને દુરુપયોગ ન થાય માટે આગળ જણાવે છે કે ધર્મનું ત્રીજુ ચિહ્ન પાપ જુગુપ્સા છે. આ ત્રીજા ચિહ્નવાળે આત્મા, જ્યાં પાપ જાણે, સમજે કે સાંભળે કે તરત તેની, અને તેના માર્ગની નિંદા કરે. અનાદિના અજ્ઞાનથી થયેલા પાપને પણ આપણે શ્રી તીર્થંકરદેવની વાણી અનુસાર, તે પાપની નિંદા કરવાપૂર્વક દૂર કરી શકીએ છીએ. ઘર્મના ત્રીજા લક્ષણવાળો. આત્મા પાપના કોઈપણ કાર્યને મન, વચન, કાયાથી અનુમોદે નહિ અને પાપકાર્યોની વિવિધ ત્રિવિધ નિંદા કરે.
બાહ્ય સ્નાન જેમ શરીર પરના કચરા સાથે કસ્તુરીન વિલેપનને પણ જોઈ નાખે છે, તેમ અજ્ઞાન જીવ પાપ-પુણ્યની વહેંચણી ન કરી શકવાના કારણે પાપને પુણ્ય તથા પુણ્યને પાપ કહી પાપની નિંદા - કરતાં પુણ્યની નિંદા પણ કરી દે છે, કારણ કે તેનામાં નિર્મળ બેધ નથીઃ માટે ધર્મનું ચોથું ચિહ્ન નિર્મળાબેધ છે. નિર્મળબોધ જેને થાય તે આત્મા પુણ્યને પુણ્ય, પાપને પાપ, આશ્રવને આશ્રવ, બંધનને