________________
જિનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૫૧ ઉછેરાયા હતા. મેતાર્યને કે હરિકેશીને કઈ પણ ગચ્છના કે સંપ્રદાયના મુનિએ દીક્ષા આપી નથી. હરિકેશી મુનિને પણ ગોચરીને અંગે. અસ્પૃશ્યતાના કારણે કેટલું વેઠવું પડે છે !
એક ઠેકાણે ગોચરી ગયા છે, તે મહોલ્લાના માણસે કહે છે કેઉચ્છિષ્ટ ભજન ફેંકી દઉં તે કબૂલ પણ તને આપું નહિ.” વળી ત્યાં વ્યાવહારિક જ્ઞાનદાતા ઉપાધ્યાય પિતાના વિદ્યાર્થીઓ પાસે હરિકેશીને માર મરાવે છે અને કાઢી મૂકવા માટે કહે છે, તેથી વિદ્યાથીઓ. મારવા દોડે છે તે વખતે દેવતા તે વિદ્યાર્થીઓને લેહી વમતા કરે છે તથા કેઈનાં અંગે પાંગ મરડી નાખે છે. હરિકેશીનું દૃષ્ટાંત દેનારે. આ વાત પણ કબુલવી જોઈશે કે એક મુનિના અપમાન ખાતર સેંકડેને લેહી વમતા કરવામાં વાંધો નથી !!! હરિકેશી. મુનિ થયા છે પણ ભિક્ષાદિ વ્યવહારમાં આવી મુસીબતે છતાં રોષ કરતા નથી. તેમને કઈ ગચ્છવાળા કે સંપ્રદાયવાળાએ દીક્ષા આપી નથી. દેવતાના બળે, પૂર્વભવના પુણ્ય બળે પ્રત્યેક બુદ્ધ જેવી સ્થિતિના યેગે દીક્ષા આવી જાય તેમાં જૈનશાસન આડે આવતું નથી. : હવે ચિત્રસંભૂતિ પણ ચંડાળ હતા. તેઓ મુનિ થયા છતાં ગામમાં
પેઠા તે માટે માર ખાવો પડે, એટલું જ નહિ પણ ગામમાંથી નીકળતાં નીકળતાં યે માર ખાધે. ને એવી સ્થિતિ ઊભી થઈ કે એમને આવું જીવન જીવવા કરતાં મરવું સારું લાગ્યું અને તેથી ડુંગર ઉપર ચઢી પૃપાપાત કરવાનો પ્રયત્ન કર્યો. આ ચિત્રસંભૂતિ મુનિને પણ કઈ પણ ગ૭વાળા મુનિએ દીક્ષા આપી નથી. ચિત્રસંભૂતિને તેજલેશ્યા મૂકવી પડી પછી રાજા વગેરે નમતા આવ્યા, વળી નિયાણું કરવું પડયું. આ બધી વાતે પ્રત્યક્ષ છતાં એક જ વાત પકડી રાખવી એને અર્થ શો ? કઈ હિંદીએ અમુકનાં ખૂન કર્યા તેથી એમ કહેવું કે હિંદીઓ ખૂની છે, તે શું ન્યાયયુકત છે !!!
એક વખત બે ઘડી પણ નીતિ કે કુળને મદ થાય તે આગલા. ભવમાં નીચપણું ભેગવવું પડે છે. મનુષ્ય ભવમાં જાય તે નીચ ગોત્રમાં ઉપજે, તિર્યંચમાં પણ ગધેડો કે કૂતર વગેરે થાય. અરે !