________________
જનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૪૯ ચંડાલને ત્યાં લાવવામાં આવી હતી. જેઓ મેતાર્યનું દૃષ્ટાંત દેતા હોય તેઓ આ વાતને ભૂલી કેમ જાય છે? જન્મની સાથે જ કુળ ફરી ગયું હોય તેના જીવનમાં પ્રાયઃ તે કુળની અસર રહેતી નથી. પૂર્વભવના સંકેત મુજબ દેવતા મેતાર્યને દીક્ષા લેવાનું કહે છે પણ મેતાર્યનું લવલેશ મન નથી. દેવતા પરાણે અપાવવા ઈચ્છે છે. જેઓ અસ્પૃશ્યતાને અંગે મેતાર્યનું દષ્ટાંત આગળ ધરે છે, તેઓએ “પરાણે પણ દીક્ષા આપવી સારી છે,” એ દસ્તાવેજ ઉપર સહી કરી દેવી પડશે. હવે મેતાર્ય વરઘોડે ચઢીને પરણવા જાય છે, અને આઠ કન્યાઓ પણ પરણવાને માટે વલખા મારી રહી છે. ત્યાં પેલો દેવતા માતંગીણીના શરીરમાં પેસીને માતંગને મોઢે “આ તમારે પુત્ર છે તે સંબંધમાં બધે ખુલાસો કરે છે, તેથી તે માતંગ અને માતંગીણી બેય આવીને
આ તે અમારો પુત્ર છે” એમ કહીને મતાર્યને ગળે વળગી પડે છે. તથા હજારો મનુષ્ય વચ્ચે તે માતંગ શેઠને ત્યાં જન્મ વખતે થયેલી બાળકની અદલાબદલીની વાત સૂલી કરે છે. શેઠ ચુપ થાય છે. પેલી આઠે કન્યાએ વીલે મોઢે પાછી જાય છે. કહે, અસ્પૃશ્યતા ઊડી ગઈ કે સાબિત થઈ ?
મેતાયે દૂધ પણ ત્યાંનું પીધું નથી, માત્ર જન્મ ત્યાં હતા એટલી વાત ખુલ્લી થતાં તે વરઘેડે વિખરાઈ ગયો, અને આઠે કન્યાઓ ભાગી ગઈ. જૈનશાસનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારા આ વાત ભૂલી જાય છે ? ફરી દેવતા આવીને કહે છે “કેમ? હવે દીક્ષા લેવી છે ?” ત્યારે મેતાર્ચ શું કહે છે? તે વિચારે. “મારું નાક કપાઈ ગયું, દુનિયામાં માં દેખાડાય તેવું ન રહ્યું, હવે દીક્ષા લઉં શી રીતે ? જે આ કલંક ટળે તે દીક્ષા લઉં.” “જૈનદર્શનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારે મેતાર્યના પિતાના આ શબ્દ વિચારી લેવા. પિતાને દીક્ષાને ભાવ નથી. છતાં લાગેલું અસ્પૃશ્યતાનું કલંક ટળે તે દીક્ષા લેવા તૈયાર છે તો તે કલંકને કેટલી મહત્તા અપાતી હશે?
પછી દેવતા તે કલંક ટાળવા એક બકર આપે છે, શ્રી ડીને બદલે તે રત્નો મૂકે છે. આ રને નો થાળ લઈને ચંડાળ શ્રેણિકને