________________
૧૪
આનંદ પ્રવચન દર્શન સાધુ નથી બનાતું; તેમ તેની સાથે કપડાં વગરના એટલે સાધુ વેશ વગરના પણ સાધુ કહી શકાતા નથી. છાપ વગરની ચાંદી તે રૂપિ ન કહેવાય. પણ ચાંદી અને છાપ બને હોય ત્યારે જ રૂપિયો કહેવાય. તેવી રીતે ગુરુ સમજવા.
ગુરુપણુના ગુણ અને સાધુ વેશની છાપવાળા એ બે હોય ત્યારે જ ગુરુપદના અધિકારી છે.
જેમ હાઈસ્કૂલમાં ત્રણ વસ્તુ છે ઃ હેડમાસ્તર, માસ્તર અને વિદ્યાથીઓ. તેવી રીતે જૈનશાસનરૂપ હાઈસ્કુલમાં હેડમાસ્તર તરીકે આચાર્ય દેવે, માસ્તર તરીકે ઉપાધ્યાય, અને વિદ્યાર્થી તરીકે સાધુઓ છે. જાતિસ્વરૂપના પ્રતિપાદનમાં સવિશેષણ લાવવાની જરૂર નથી. દારૂ શબ્દમાં ઘેન ચડાવનાર એવું વિશેષણ મૂકાય છે ખરું? મીઠો ગોળ કેમ નહિ?ગળ શબ્દ મીઠા પદાર્થને કહેનારે છે, તેવી રીતે જાતિ પદો સ્વતંત્ર સ્વરૂપમાં મીઠાશવાળાં છે. મેક્ષની ક્રિયાને સાધ્યપૂર્વક સેવન કરનાર શ્રાવક વર્ગ પ્રાથમિક શાળારૂપ દેશવિરતિમાં જે અભ્યાસ કરે છે તે હાઈસ્કુલમાં આવવા માટેની તૈયારીઓ રૂપ છે !!! આ પાંચ પદ જાતિ તરીકે આરાધીએ છીએ તે શા માટે ? ધ્યેય કયું? (સભામાંથી મોક્ષનું) ડુંગર બેદીને ઉંદર કાઢવાને આ રસ્તો નથી !!
તપ એ પ્રવૃત્તિ ધર્મ છે. બધાને આરાધે પણ દયેય નહિ હોય તે તમે ચૂકે છે !!! છોકરા સ્કૂલમાં ભણે, તે નામું લખે અને મેટી ઉંમરના નામાં લખે, મોટાઓને કથળીમાં કેટલા પડે તે પ્રથમ વિચારવાનું છે.
કરાઓને તે શીખવાનું છે, કારણ એ તેમની અવસ્થા રૂપિયા લાવવાની નથી.
અભ્યાસ વખતે લાખ જમે ઉધાર કરે, સરવાળા બાદબાકી કરે પણ તેમાં ધ્યેય કશું નથી, તેવી રીતે અરિહંતાદિ આરાધીએ પણ તેમાં ધ્યેય ન હોય તે સાધ્ય ધર્મની અપેક્ષાએ બધું નકામું છે બલકે છોકરાની નામું શીખવાની શાળા જેવું છે. આચારને અંગે અરિહંત