________________
સુખ દુઃખની સમીક્ષા
૧૩૫ પ્રમાણે માનીને જ સ્વીકાર્યો હતો કે પરિષહ, ઉપસર્ગો એ જ લાભનું સર્વોત્તમ પગથિયું છે. રિદ્ધિસિદ્ધિ સમૃદ્ધિ વગેરે જે કાંઈ છે તે કાંઈ નથી પણ ત્યાગ એ જ સઘળું છે. અને ત્યાગમાં જ સર્વસ્વ સમાએલું છે. તમે જેને દેવ માને છે, જેને તમે તીર્થકર ભગવાન કહીને વંદન કરો છો, જેને માટે તમે અભિભાવનાપૂર્વક ગૌરવ લઈ શકે છે તેમને આ આ સિદ્ધાંત અને આ પાઠ છે. હવે જે તમારો પણ એ જ પહેલે પાઠ ન હોય તે પછી ત્યાગમાર્ગના સંપૂર્ણ ઉપાસકે તે તમારા મુખી હોઈ શકે નહિ અને તેના તમે અનુયાયી પણ હોઈ શકે નહિ. તીર્થકર ભગવાનની જગતમાં કેવી દશા હતી તે તમારે વિચારી જોવાનું છે. રિદ્ધિસિદ્ધિ, પૈસેટકે જોઈએ એટલો, ધનદૌલતની કાંઈ ન્યૂનતા નહોતી, છતાં તીર્થંકરદેવોએ તેને લાત મારી હતી ! તે ભગવંતોના અનુયાયી તરીકે તમે વિચાર પરિવર્તન જેટલું પણ ત્યાગ કરી શકો કે નહિ તે તે વિચાર!
- “હા” કહે કે “ના” કહે ! તીર્થકર ભગવાને એ પૈસાને લાત મારી હતી. રાજયના અધિકારીઓ, ગમે તે કહે તો પણ તેની આગળ આંધળાની માફક માથું ન નમાવી દે. તેમના કથનને ગણે નહિ, તમારી દષ્ટિએ તો સર્વથા ગાંડાના જેવું જ વર્તન કરે, ઘરેણાં-હજારો અને લાખ રૂપિઆના અલંકારે તે ફેંકી દે, બહુમૂલ્ય વસ્ત્રોનો પણ ત્યાગ કરે, જગતની દરકાર ન રાખે, એવી ભગવાન શ્રી તીર્થંકરદેવની સ્થિતિ હતી. તમારી અપેક્ષાએ તો તેમનું વર્તન ગાંડાતુર જેવું જ કરે છે. હવે જે તમે તેમના અનુયાયી થવા માગતા હો તો તો તમારી ફરજ એ છે કે કાં તો તેઓના પાઠ તમે કબૂલ કરો, તેમણે જે કર્યું હતું તે જ યેગ્ય હતું, તેઓ જે માગે ગયા હતા તે જ માર્ગ સાચે હતે, એ વાત માન્ય કરે અથવા તે તમે ડાહ્યા છે અને ભગવાન ગાંડાતૂર હતા એમ કહી દો ! તમે ગમે તે હે, તમારા વિચારો ગમે તેવા હેય, તમે શીખેલા છે કે અભણ છે, તે પણ તમારે આ બેમાંથી એક બાબત તે કબૂલ કર્યું–માન્ય રાખે જ છૂટકે છે!!