________________
8
નવપદ
નવપદમાં બધાં તત્ત્વા સમાઈ જાય છે. નવકાર એ શાશ્વત છે, તેનું કારણ તેમાં જાતિવાચક પદેા છે, તેમ નવપદ એ શાશ્વત્ છે. અરિહંત અને સિદ્ધ દેવ છે. રિહત સાકાર અને સિદ્દ ભગવાન નિરાકાર દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ધર્મ છે.
જગમાં એવી કોઇ ચીજ નથી કે જે નવપદથી બહાર હાય. આરાધવા લાયક જે ચીજ જગમાં છે, તે બધી નવપદ્મમાં છે. અરિહત પદ્મ લઈએ તેા સિદ્ધ, આચાય વગેરે રહી જાય. ગુણી લઈએ તેા ગુણ રહી જાય અને ગુણુ લઇએ તેા ગુણી રહી જાય. બધા ગુણ અને બધા ગુણી આરાધન કરવા લાયક છે તે સર્વને નવપદ્મમાં લઈ લીધા છે. નવપદના નવ દિવસા હોય છે. એ તા સમજજો કે ખેતરમાં વરસાદ પડવાના દિવસે છે, પણ વરસાદ પડયા પછી અંકુરાં, થડી, ફળ, ફૂલ, દાણા ભરાવા તે બધુ વરસાદ પછીનુ કામ છે. વરસાદ વખતે ખેડૂત ખેતરમાં હળ ફેરવી આવે અને આવીને ઘેર લમણે હાથ મૂકીને બેસી રહે તે કારતક મહિને શું કરે !!!
નવ દિવસમાં નૂતન વરસાદ વરસવાના છે પણ તેના થયેલેા સંસ્કાર હંમેશ રહેવા જોઇએ. નવપદ નવ દિવસ માટે નથી!!! બારે મહિના તમારું ધ્યાન નવપદ તરફ જ હાવુ જોઇએ. આરાધવા લાયક એવી કઈ ચીજ નવપદની બહાર છે ? દરેક ધર્મવાળા ત્રણ તત્ત્વ માને છે. ધર્માંના અથી ને ત્રણ તત્ત્વ સિવાય ચાલ્યુ નથી, ચાલતુ નથી અને ચાલશે પણ નહિ ! ! ! કયાં ત્રણ તત્ત્વ છે ? તે છે દેવ, ગુરુ અને ધર્મ. કોઈ પણ મત લે. જગતમાં ત્રણ સિવાયના કયા મત છે ?