________________
,
,
૧૩૨
આનંદ પ્રવચન દર્શન હતી. આ ઉગ્ર તપસ્યા પછી તેણે અણુશણ વ્રત આદર્યું હતું. એક બાજીએ આ સ્થિતિ છે, ત્યારે બીજી બાજુએ હવે બીજે જ બનાવ બને છે તે જુઓ. બીજી બાજુએ એમ બન્યું કે અસુર દેવતાઓના અધીશ અસુરેન્દ્રનું ચવન થયું અને અસુરો ધણી વિનાના ઢોર જેવા બની ગયા ! પિતાની સ્થિતિ ઘણી વિનાની થઈ છે એ જાણીને અસુરોને ભારે શોક થયો અને તે અસુર દેએ અને અસુર દેવીઓએ મળીને વિચાર કર્યો કે આપણે આપણે માલિક તે કઈ શોધી કાઢ જોઈએ! દેવતા, દેવીઓ વિચાર કરે છે કે આપણે માલિક હો. જ જોઈએ! પણ હવે અહીં કેણ જન્મ ધારણ કરે ? અહીં તે તપસ્વી હોય તે જ ઉપજી શકે છે, બીજાઓ ઉપજી શકે નહિ. આ વિચાર કરીને અસુરકુમારના સામાનિક દેવદેવીઓ તામલિ તાપસ પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તામલિ પાસે નાટક ભજવ્યું અને છેવટે વિનંતી કરી કે “સાહેબ ! આપ અમારા સ્વામી થાઓ, અસુરેન્દ્ર તરીકે અવતાર ધારણ કરે.”
મિથ્યાત્વી પણ અડગ રહ્યો ! તામલિ તાપસને કેઈ સમ્યવાળ કહેતા નથી, તેને કઈ તીર્થકર કહેતા નથી અને તેને કઈ ગણધર પણ કહેતું નથી, તે ખૂલ્લેખૂલ્લે મિથ્યાવી છે એવા મિથ્યાત્વીની આગળ પેલા અસુરો આવીને પ્રાર્થના કરે છે, તેને પોતાના નાથ વિનવે છે. વિનંતી કરનારા અસુરો છે, બીજી બાજુએ વિનંતી સાંભળનાર તે મિથ્યાત્વી છે, પરંતુ જગતમાં નિયમ છે કે લેવા આવે તે ગરજાળુ થાય, આ બુદ્ધિએ અસુરો તેને નિયાણું કરવાનું કહે છે, પરંતુ તાપસને એમાં ઠગાવાનું લાગે છે. બાજુ પર એક મુનિ ધર્મદેશના આપે છે. આમ એકબાજુ ઈન્દ્રાણીએ વિનંતી કરે છે, “નિયાણું કરી ઈદ્ર થાવ, અમારા સ્વામી થાવ, અને બીજી બાજુ મુનિ નિયાણના નિષેઘની પ્રરૂપણ કરે છે કે “નિયાણું કરવું એટલે લાખ આપી લાખ માગવા તેની માફક નિયાણું ગણાય” એમ તાપસે સાંભળ્યું. દેશનામાં મુનિ સાચું કહે છે. ખરી પ્રરૂપણ કરનારા આ મુનિરાજ છે એમ કરી તાપસે નિયાણું ન કર્યું. તેથી તામલિ તાપસ કાળ કરી ઈશાન ઈન્દ્ર થયો.