________________
૧૨૮
-
-~~
આનંદ પ્રવચન દર્શન
છેલ મારીને સમ્યક્ત્વ લેવું છે ? સમ્રાટનાં સુખ, ચકવર્તીના ચેનચાળા અને ઈન્દ્રની મહાનતા અને તેમનાં સુખે એ બધાય દુઃખરૂપ છે. એવું તમારે આત્મા ન માને, જ્યાં સુધી એ સ્થિતિ તમને પ્રાપ્ત નહિ થાય, ત્યાં સુધી સમ્યફ વ તમારી પાસે આવવાનું નથી ! ધેલ મારીને યા સમજાવી, પટાવીને સમ્યફ વ લેવાની આ શાસનમાં જગ્યા નથી. બીજા ધર્મોમાં એવું છે ખરું કે અમુક ધન ગણ આપ કે તમેને તે ધર્મગુરુ પિતાના સિક્કા સાથેનું સ્વર્ગનું પ્રમાણપત્ર લખી આપે છે ! જૂના જમાનાની વાત છે એમ ન સમજશે ! આ કહેવાતી વૈજ્ઞાનિક વીસમી સદી ચાલે છે તેમાં પણ પશ્ચિમના દેશોમાં કઈ કઈ સ્થળે આ ખેલ ચાલે છે ! બીજી બાજુએ આપણા દેશમાં જ તમે એવા પણ ધર્માત્મા પડેલા જોયા છે કે તેને છોકરી અર્પણ કરો એટલે તમેને મેક્ષ પરવાને મળી જાય છે ! જનશાસન એવી કઈ પણ વસ્તુસ્થિતિમાં માનતું નથી. અહીં તમે ધોલ મારીને યા પૈસા આપીને સમ્યકત્વ ખરીદી શકતા નથી, અહીં તે સમ્યકત્વને માત્ર એ જ રસ્તે છે કે તમને ઉપર જણાવેલાં પરિણામે થાય !
અનિષ્ટને સંયોગ થતાં શું થાય છે ? ઇંદ્ર, રાજા, મહારાજા સમ્રાટ એ સઘળાનાં સુખને પણ જ્યારે તમે દુઓ માને ત્યારે જ ત્યાં તમારે માટે સમ્યકત્વ મૂકેલું છે, અન્ય સ્થળે તે નથી. દુર્ગતિનાં દુઃખે કેવાં ભયંકર છે તે તે સ કઈ જાણે છે. અન્યદર્શનવાદીઓ પણ દુર્ગતિના સંકટો જોઈ કંપી જાય છે, નરકાદિના દુખે સાંભળી ને નહિ કંટાળતા હોય એવા ભાગ્યે જ હશે ! આ જગતમાં એ કઈ પણ મનુષ્ય નથી કે જેને અનિષ્ટના સંગેથી, ઈષ્ટના વિગેથી, રેગથી અથવા અનિષ્ટ કારણથી કંટાળે ન આવતો હોય ! મનુષ્યની આવી સ્થિતિ છે એમ તમે સમજતા નહિ. પશુપક્ષીઓની પણ એની એ જ દશા છે ! કસાઈ ખૂલે છરો લઈને ગરીબડી ગાયને મારી નાખવા ઊભે હોય અને તમે ગાયને ખેંચી જવા માટે–તેને બચાવવા માટે ત્યાંથી દૂર