________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૦ અરે ! વિચાર સરખે પણ કરી શકતા નથી કે મારા શુભ કાર્યોને પરિણામે હું માંદો પડ્યો છું. આખું જગત એવું જ માને છે કે અશુભદયે જ રોગ થાય છે. તમે પણ એ વાત તે સારી રીતે જાણે છે કે “મારા અશુદયે તબિયત બગડી છે, પરંતુ તે છતાં તરત જ તમે સામાયિક, પ્રતિક્રમણ જેવા પુણ્યકાર્યોની સાથે રિસામણું લો છો ! પાપ દુઃખ આપે છે અને ફટકે ધર્મને મારે છે. આ તમારે ન્યાય છે! તમે ગાંડાને ગાંડો ગાંડો કહીને તેને હલકે ગણે છે, પરંતુ તમે ગાંડા કરતાં વધારે ગેઝારું કામ કરો છો. ગાંડો માણસ પણ એટલી વાતો તે સમજે છે કે જે અડપલું કરે છે, તેને જ ધપે. માર જોઈએ. અડપલું ન કરતે હોય તેને ઘો ન મારે જોઈએ! તમે ડાહ્યા હોવાને દાવે તે કરે છે, પરંતુ જે અડપલું નથી કરતું તેનેય તમે ધ મારતાં વિચાર કરતા નથી.
(૨)
પાપનું પ્રચંડ અડપલું તમારી પ્રકૃતિ બગડી, એ તમારા માથે પાપે અડપલું કર્યું. પરંતુ તમે ધર્મ સાથે જ અસહકાર કરી દીધે! એને અર્થ એ કે તમે પુણ્યને ધપે માર્યો ! અડપલું પાપે કર્યું અને ધ માર્યો પુણ્યને !
હવે તમને ગાંડા કહેવા કે ડાહ્યા કહેવા તેને તમે જ વિચાર કરે !
શ્રોતામાંથી એક ગૃહસ્થ બેલ્યા : ગાંડા નહિ, પણ ગાંડાના. કાકા કહેવા જાઈએ !
દુઃખ આવી પડે છે ત્યારે તમે એ વાત તે સારી રીતે જાણે છે કે એ દુઃખ એ પાપને લીધે–પાપના ઉદયથી આવ્યું છે, પરંતુ તે વખતે પાપનું ઔષધ ન કરતાં, તમે પુણ્યને લાત મારવાને બંધ કરો છો ! દુઃખનું ઔષધ, રેગનું ઔષધ યા તે તાવનું ઔષધ એ. નામે તમે જે કાંઈ અવળા ધંધા કરે છે, તેને પરિણામે તમે પાપને જ વધારવાને રસ્તે લે છો! તમારી પ્રકૃતિ અસ્વસ્થ થાય, તાવ આવે, માથું દુઃખે, શરીર ચસ્કા મારે આ સઘળી ઉપાધિ શાથી થાય