________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧
તેનુ જ્ઞાન તેને નથી, પરંતુ એ જ છોકરા માટેા થઈને નવ દસ વષઁની ઉંમરને પ્રાપ્ત કરશે એટલે તેની એ સ્થિતિ સુધરવા પામશે. હવે તમે તેને ખરફીના કટકા નહિ, પરતુ ખરીની આખી ટાપલી આપી દેશે! તે પણ એ વીંટી આપશે નહિ. અરે! વીંટી આપવાની વાત તેા ઠીક છે. પરંતુ વીંટીને હાથ સરખાય લગાડવા દેશે નહિ ! કારણ કે હવે તે ખરફી અને વીંટીના મહત્ત્વને સમજ્યા છે. હવે વિચાર કરો કે આપણે એટલી કક્ષાએ પણ આવેલા છીએ કે નહિ ? બીજું કાંઈ નહિ તા આપણે દુનિયાના વિષયેાની સરખાવટમાં પણ પુણ્યને ગણ્યુ છે કે નહિ ? આપણા જીવ આ દસ વર્ષોંના છેકરાની સ્થિતિને પણ પ્રાપ્ત કરી શકયા છે ખરા કે ?
પુણ્ય કરવાનું બાજુએ રાખો છે. આપણને જોઈ એ તેટલેા તાવ આવે, જોઈ એ તેટલી વેદના થાય, જોઈ એ તેટલું સંકટ માથા પર તૂટી પડે છતાં સામાયિક આદિ ધર્મકાર્ય તા કરવાં જ રહ્યાં. એટલા પણ જો તમારા નિશ્ચય થાય તે તમે નવ દશ વર્ષના બાળકની સ્થિતિમાં આવ્યા છે એમ ગણી શકાય ! દુ:ખમાં, તાવમાં, માંદગીમાં એવા વિચાર આવે કે હવે માંદા છીએ, કયુ' સામાયિક અને કયુ· પ્રતિક્રમણ’ તા એ વિચારીને ફૂટી નાખવા જેવી તમન્ના મનમાં જાગવી જોઇએ, આપણને આવા વિચાર આવવા તા બાજુએ રહે છે, પરંતુ આપણા ખેલ ‘રાંડ નાતરે જાય અને ધણી વળાવા જાય' તેના જેવા છે ! રાગ થયેા એના અર્થ એ કે આપણે પાપની સજા ભાગવતા હતા. જે વખતે આપણે પાપ ભાગવવાં હતાં, તે વખતે આપણે પાપના પ્રતિકારાર્થે પુણ્યનાં કાર્યાં કરવાં જોઇએ, પરંતુ એ પુણ્ય કરવાં તે બાજુએ રહ્યાં પણ આપણે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા ઇત્યાદિ બંધ કરી દીધાં ! હવે આપણને તે ડાહ્યા કહેવા કે મહામૂર્ખ કહેવા, તેના દરેક પાતે જ વિચાર કરી લે !
નિષ્ફળ નિર્જરા તમે જ્યાં સામાયિક, પ્રતિક્રમણ, પૂજા ઇત્યાદિ કરતાં અટકો છે