________________
૧૨૪
- આનંદ પ્રવચન દર્શન
ભેગ આપવા તૈયાર થતું નથી! અને “તું મારી આંખમાં આંગળી ઘાલી દે અને હું તારા મેઢામાં આંગળી ઘાલું” એ સેદો કરવા કેઈ ઈચ્છતું નથી.
સર્વવિરતિમાં જ સર્વસ્વ. જેમ હું તારા મેઢામાં આંગળી ઘાલું, તું મારી આંખમાં આંગળી ઘાલ” એ સેદા કરવા કેઈ તૈયાર થતું નથી, તેમ અહીં પણ નિર્જરા ન થાય અને પાપ બંધાય તેવાં કાર્યો કઈ પણ બુદ્ધિશાળી માણસ કરવાને તૈયાર ન જ થાય ! સમકિતિ તે જ છે કે જેના હૃદયમાં એવી દઢ ભાવના વસી ગઈ છે કે, હું આ જગતના વ્યવહારમાં પ્રવર્તુ તે કર્મને બળાત્કાર છે, બાકી ખરી વસ્તુ તે સંસારત્યાગ અને સર્વવિરતિ સ્વીકારમાં જ રહેલી છે. પહેલા પગથિયામાં દુનિયાદારી એ અર્થ ગણાતું હતું, પછી આગળ વધીને -બીજે પગથિએ આપણે વ્યવહાર અને નિશ્ચય બંને જાળવીએ છીએ.
હવે અહીં વ્યવહાર એટલે શું તે બરાબર સમજી લે. વ્યવહાર એટલે પરણવું, વ્યવહાર એટલે વેપાર, વ્યવહાર એટલે બરાં છોકરાં એ જ વ્યવહારનો અર્થ આજ સુધી આપણે સમજીએ છીએ. શાસ્ત્રકારે વ્યવહારને એવો અર્થ કરતા નથી. સામાયિક, પ્રતિકમણ, પૂજા, પ્રભાવના એ સઘળાંને શાસ્ત્રમાં વ્યવહાર કર્યો છે.
શાસ્ત્રકારો શું કહે છે? વેપાર કરે, બેરી છોકરાં, ઘરેણાંગાંઠો એ સઘળો વ્યવહાર ખરે, પરંતુ તે તમે માની લીધેલ સંસારને વ્યવહાર છે. હવે તમારે એ વ્યવહાર ભગવાનના વચનમાં પણ લગાડે છે તમારાં રી છોકરાં, વેપાર એ સધળું તમારે ભગવાનના વચનમાં ઘુસાડવું છે. તમારા એ પ્રપંચ શાસ્ત્રકારે કદાપિ નિભાવી શકવાના નથી ! ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે કહ્યા છે, પરંતુ વ્યવહાર એટલે શું તે આપણે બરાબર વિચારતા નથી. સામાયિક, પૂજા એને જ શાશ્વે વ્યવહાર ગણ્યો છે. સામાયિક, પૂજા, પ્રભાવના એને જ વ્યવહાર ગણવાનું કારણ શું ? એવું તમે પૂછશે તે તેને જવાબ શાસ્ત્રકારોએ આપી જ રાખેલ