________________
સુખ દુઃખની સમીક્ષા
૧ર૩.
મારવાનો વિચાર સરખો પણ આવ્યો છે ખરો કે ? પાપને ઉદય થાય ત્યારે તે પાપની સામે જ મોરચા માંડવા રહ્યા. તેને બદલે પાપના ઉદયથી પ્રેરાએલા તમે પુણ્યને લાત મારવા તૈયાર થાઓ છે! હવે કહે કે આમાં તમે શ્રદ્ધાવાળા સમકિતિ કેટલા? જ્યારે હલ્લાને પ્રસંગ આવે, ત્યારે તમે સામે ધસારો કરવાને તે બાજુએ રહ્યો, પરંતુ પાછળ હઠવા માંડે છે ! આપણે બાળકની જેમ પરમાર્થને. સમજ્યાં નથી, દશ વર્ષનો બાળક વીંટીને તત્વ માને છે, આપણે હજી ધર્મનું તત્ત્વ માનવાને તૈયાર નથી. આત્માની, તેને ગુણેની, પુણ્યની સંવરનિર્જરાની આપણે કિંમત જાણ જ નથી તેથી હજી આપણે આવી સ્થિતિમાં મૂકાએલા છીએ. આ સ્થિતિ તમે મનુષ્ય છે તે તમને સાલવી જોઈએ.
સમકિતિના વિચારે કેવા હેય? વસ્તુનું મૂલ્ય પહેલાં જાણે. જ્યાં સુધી વસ્તુનું મૂલ્ય કઈ જાણતું નથી, ત્યાં સુધી કેઈ તેની પાછળ મંડીને તેમાં પોતાનું જીવન ખપાવી દેતું નથી. જે મનુષ્ય એ ચીજની પાછળ જ મંડતો નથી. તે પછી કોઈ પણ ભોગે એ ચીજ મેળવી જ જોઈએ એ તે તેને ખ્યાલ જ ક્યાંથી આવવાનું હતું ? ધર્મને વીંટીની માફક અર્થરૂપે. ગણે. આવા જે વિચારો છે તે મધ્યબુદ્ધિના વિચારો છે, અને આવા વિચારો જે હૃદયમાં સ્થિત છે, ત્યાં સમકિતિના વિચારની વાર છે. તે હવે એવી શંકા સહજ ઉઠશે કે તે સમકિતિના–પરમઆસ્તિકના વિચારો કયા?
મેક્ષ-ધર્મ એ જ અર્થ તે અને આ જગત માત્ર જુલમ છે, એવા જેના વિચારો છે એ સમકિતિના વિચારો છે. આવા વિચારોને જે હૃદયમાં વાસ થઈ ગયો તે પછી એ કેણ અધન્ય હોય કે જે દુનિયાદારીના જુલમને વહેરી લઈને પણ ઘર્મને ધકકે મારવાનેતૈયાર થાય? એટલી વાત તે તમે સહેજે માન્ય રાખશો કે બનાવટી કાચના હીરા માટે ખરા હીરાને અથવા ખરા સેનાને તે કેઈપણ