________________
સુખ દુઃખની સમીક્ષા
૧૫. છે. આ પગથીએ-આ સ્ટેજે પહોંચેલે આત્મા પુણ્ય, પાપ, આશ્રવ, નિર્જરા, બંધ આ સઘળામાં કાંઈ સમજતો નથી, એ બધાને જ તે એક અર્થ તરીકે માને છે અને તેનેય માન્ય રાખી તે પ્રમાણે વ્યવહાર ધર્મક્રિયામાં વર્તવું અને નિશ્ચયને પણ માન્ય રાખવો એમ જ તે સમજે છે.
પ્રથમ પગથિયાની સ્થિતિસામાયિક, પૂજા, પ્રભાવના એ સઘળું કરવું, તેને એક અર્થ તરીકે માનવું અને આએ કરવું અને આએ કરવું, દુનિયાદારી જાળવવી અને ધર્મકિયાઓ પણ કરવી, એવો જે વિચાર સેવે છે તે પહેલે પગથિયે–પ્રથમ ભૂમિકાએ સ્થિત થયેલા છો છે. પહેલા પગથિયાને પસાર કરીને જે જ બીજા પગથિયામાં પ્રવેશ કરે છે તેમની મનોદશા એવી હોય છે આ ધર્મ છે તે જ એક તત્ત્વરૂપ છે અને ધર્મ સિવાય બીજું જે કાંઈ જણાય છે તે સઘળું મિથ્યા છે. આવી. મદશાની પ્રાપ્તિ, તેને બીજું પગથિયું સમજવાનું છે. બીજે પગથિયે આવેલાની માન્યતા સ્વાભાવિક રીતે જ એવી થવા પામે. છે કે પુણ્ય, સંવર, નિર્જરા એ સઘળા મેક્ષના રસ્તા છે અને એ મેક્ષના રસ્તા આગળ આ જગતની દુનિયાદારી તે કાંઈ હિસાબમાં જ નથી ! ત્રીજે પગથિયે આત્મા એ દશા પ્રાપ્ત કરે છે કે આ સંસારને જુલમ મટયા એટલે સિદ્ધિ થઈ. તમે કહેશો કે જુલમ મયે એટલે જુલમનું અસ્તિત્વ નાશ પામે છે એ વાત તે કબૂલ છે ! પરંતુ તેથી સિદ્ધિ થઈ એવી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
જુલમ મટો એટલે સિદ્ધિ થઈ ધારો કે એક સંસ્થાન ઉપર બીજા દેશના રાજાએ સ્વારી કરી છે. આ સ્વારીમાં પેલે સંસ્થાની રાજા હારી ગયું છે અને વિદેશી રાજાએ સંસ્થાની રાજાને કેદ કરીને જેલમાં પૂર્યો છે પરંતુ એ વેળા એમ બને છે કે તે સંસ્થાનની પ્રજા બળ કરે છે. આ બળવે સફળ થાય છે. પ્રજા શત્રુના સૈન્યને કાપી નાખે છે. કારાવાસની. દિવાલો તોડી નાંખે છે અને રાજાને છૂટો કરે છે. સંસ્થાની રાજાનું