________________
-૧૧૪
આનંદ પ્રવચન દર્શન છે એને પહેલાં તમે નિશ્ચય કરે એમ તે તમે પણ ખચિત જ માને છે કે આ સઘળું થાય છે તે પાપના યોગે જ થાય છે, પુણ્યના ભેગે નહિ.
પુણ્યના પાવરની આવશ્યકતા. તમે તમારું શરીર પાપની ઉદયથી જ બગડે છે એમ માને છે તે એને એ જ અર્થ થાય છે કે તમે શરીરની જે અસ્વસ્થતા એને “પાપનું અડપલું માને છે. હવે જે તમે રોગનું જે આગમન એને પાપનું જ અડપલું માને છે તે પછી એ પાપનાં ફળો પ્રત્યક્ષ જુએ છે તે સ્થિતિમાં પણ પાપ વધારવાને જ શા માટે તૈયાર થાઓ છો? તમે માંદા પડે છે કે તરત દવાની સ્પેશિયલ બાટલીઓ મંગાવે છે, અને કદાચ એટલેથી ના પતે તે હવા ખાવા પણ સિધાવે છે અને રોગ મટે છે એટલે એમ માને છે કે મારું દર્દ ફલાણું દાક્તરે, ફલાણી દવાથી સારું કર્યું છે, પરંતુ તમે જાણતા નથી કે જ્યાં સુધી પુણ્યને પાવર તમને મળી શકતું નથી ત્યાં સુધી તે દાક્તર, દવા, હવા અથવા તે બીજી કઈ પણ શક્તિ તમને પથારીમાંથી ઉઠાડીને બેઠી કરી શકતી નથી. જ્યારે પુણ્યને પાવર મળે છે, ત્યારે જ દાક્તરની દવા ફળે છે, તમારો રેગ ટળે છે અને તમને આનંદ મળે છે.
ઉદાહરણ પરથી કારણ શોધે. ઘણી વાર એવું બને છે કે માણસે દવા લઈ લઈને થાકે છે, પરંતુ રોગ મટતું નથી. જ્યારે રોગ નથી મટતે ત્યારે બીજા બીજા દાક્તરો બદલવા માંડે છે અને વારાફરતી દવાઓ બદલાતી જાય છે. એમ કરતાં કરતાં તમે પાંચ-પચ્ચીસ દાક્તરોને ત્યાં ફરો છો, તે પણ તમારો રોગ મટતું નથી અને છવ્વીસમાને ત્યાં જાઓ છો તે તમારો રોગ મટાડી આપે છે. એનું શું કારણ? છવ્વીસમા દાક્તરને હાથે તમારો રોગ મટ. - એને અર્થ એ હતો કે તમારો રોગ મટવા જે તે હતે જ ! જે તમારે રોગ મટવા જે ન હેત તે ધવંતરી આવીને તમારી પાસે બેઠા હતા તે પણ તે તમારો રોગ ન જ મટાડી શક્ત યા ગમે