________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૭ રેગ સારે થાય છે ? આ બધા બનાવેની હારમાળાની ભૂમિકા તમે કદી તપાસી છે ?
દવા અને હવા કયારે અનુકૂળ થાય ? ખરી વાત એ છે કે શાતા વેદનીયરૂપી પુણ્યને પાવર તમારા આત્મામાં આવે છે, ત્યારે દાક્તર અને દવા બને તમને અનુકૂળ થાય છે અને જ્યાં સુધી એ પાવર તમારામાં આવતું નથી, ત્યાં સુધી દાકતર કે દવા બંનેમાંથી તમને એક પણ ચીજ અનુકૂળ થતી નથી! જ્યાં સુધી પાપનું આધિપત્ય હતું ત્યાં સુધી તમારે દાકતરોને ઘેરે ફર્યા જ કરવું પડયું હતું. તે પછી પુણ્યને ઉદય થતાં જ તમારા વ્યાધિ મટયો હતે.
ત્યારે અહીં કેઈ એમ કહેશે કે જે પુણ્યને ઉદય થતાં જ પ્રકૃતિ સુધરે છે, તે પછી દવા કરવાની આવશ્યકતા જ શી હતી ? અશાતાનો ઉદય પૂરો થશે અને શાતા વેદનીયને ઉદય થવાને હશે ત્યારે રોગ વગેરે સઘળું ભાગી જશે તો પછી દવા, દાકતરની જરૂર જ શી હતી? ઘણી વાર એમ બનેલું આપણે જોઈએ છીએ કે નામાંકિત દાકતરો, વૈદ્યો દવા આપી આપીને થાકે છે, પરંતુ તેથી રોગ મટતે નથી અને જ્યારે દરદી કંટાળીને દવા છેડી દઈને કુદરતી ઉપાય ઉપર રહે છે ત્યારે આપોઆપ રોગ મટી જાય છે, પરંતુ દરેક સંગમાં અને દરેક ઉદાહરણમાં એમ નથી બનતું તેનું શું?
- ઝાકો ક્યારે આવે ? પ્રત્યેક સંગોમાં પ્રત્યેક કેસમાં દવા હોય ત્યાં સુધી રોગ પણ હોય અને દવા છોડીએ એટલે રોગ પણ જાય એમ બનતું નથી, પરંતુ એ નિયમ તે તદ્દન સાચે છે કે શાતા વેદનીયનો ઉદય થાય છે ત્યારે જ આરામ થાય છે અને શાતાને ઉદય ન હોય ત્યાં સુધી દવા, દાકતર કે હવા કઈ પણ વસ્તુ રોગ મટાડી શકતી નથી અથવા તે તમારે રોગ મટાડી શકતી નથી. દાકતર અને દરદી એક જ હોય તે પણ શાતા વેદનીયને ઉદય થાય ત્યારે જ રોગ મટે છે અન્યથા રેગ મટતું નથી. માટે આવા દરેક પ્રસંગમાં શાતા વેદનીને ઉદય તે માનવો પડશે, પરંતુ તેથી દાક્તર, દવા, હવા ઈત્યાદિનકામું જ