________________
૧૧૦
- આનંદ પ્રવચન દર્શન નથી. આથી જ તે બાળક હાથમાં આવેલી વીંટીને જતી કરે છે અને બરફીને પકડી લે છે. વિટીથી તે બરફના હજાર કટકા આવી શકશે તેને એ બાળકને ખ્યાલ નથી. બાળકમાં વસ્તુસ્થિતિનું આવું ઘર અજ્ઞાન હોવાથી અજ્ઞાન બાળક બરફીને કટકાને જ પસંદ કરે છે, અને પેલી વીંટી જતી કરે છે. આ બાળક જે બરફીનું મૂલ્ય અને વીટીનું મૂલ્ય સમજતો હોત તો તે વીંટીને જવા દઈને બરફીને લઈ લેવાને સ્વપ્ન પણ તૈયાર ન જ થાત !
આ જીવ એ પણ બાળકના જેવું જ છે. ધર્મ એ આત્માની શહિદીની વસ્તુ છે. ધર્મ એ આત્માના કબજાની વસ્તુ છે, તે છતાં આ જવરૂપી બાળક અજ્ઞાનથી જ ધર્મરૂપી વીંટીને જતી કરીને કષાયોરૂપી અરકીના કટકાને જ પસંદ કરે છે, મહારાજાએ જીવાત્માની આગળ મરકી રૂપી કષા અને ધર્મરૂપી સોનાની વીંટી બંને મૂકી દીધાં છે, અને તે બેમાંથી ગમે તે એક પસંદ કરી લેવાને માટે તેને સ્વતંત્ર બનાવી દીધું છે. મેહરાજાએ આત્માને વિષયોની સાથે જ મૂક્યો છે. આથી જ બાળક જન્મે છે, ત્યારથી જ તે ખાવાની સંજ્ઞાથી વાસિત હોય છે, પરંતુ ધર્મરૂપી વીંટીની સંજ્ઞાથી તે વાસિત હેત નથી.
બાળકની અજ્ઞાનતા અજ્ઞાન દશામાં પડેલે આ જીવ પણ એ બાળકના જેવો જ છે. જેમ પેલો બાળક બરફી ખાવાને ઈચ્છે છે, અને જેમ જન્મત બાળક ખાવાની સંજ્ઞાથી વાસિત છે, તે જ પ્રમાણે આ અજ્ઞાન આત્મા આહાર, શરીર, ઈન્દ્રિય, તેના વિષયો અને તે વિષયના સાધનથી વાસિત છે. આ પાંચ વસ્તુઓ જીવની પાછળ વળગેલી જ છે. અનાદિકાળથી આ જીવ એ પાંચ વસ્તુઓથી જ વાસિત છે. ખરી રીતે જોઈએ તે જીવ-અજ્ઞાન છે એટલું જ નહિ, પરંતુ તેની દશા તે અજ્ઞાન બાળકથી પણ વધારે ખરાબ છે. બાળક બરફી લેવાને અધીરો થાય છે, પરંતુ છે તેને બરકી નથી મળતી તો તેને માટે બે, ચાર કલાક રડીને જ રહી જાય છે. બરફીને માટે તેનું એથી વિશેષ તફાન હોતું નથી. પરંતુ આ આત્મા એ તે અજ્ઞાન છે કે તે એક બરફીના કટકા