________________
૨૭૨
આનંદ પ્રવચન દર્શને ધર્મ એ પિતાની માલિકીની ચીજ હોવા છતાં તેને સદુપયેગ કેવી રીતે થાય છે ? દુરુપયોગ કેવી રીતે થાય છે ? અને તેને અનુપગ કેવા પ્રકારે થાય છે ? અને એ સવગે કેવાં પરિણામે નિપજાવે છે? તે સઘળું આત્મા જાણ નથી. ધર્મને ઉપયોગ કેવી રીતે કરવાનું છે તેની પણ આત્માને માહિતી નથી. અથવા જે આ
માહિતી આત્માને મળી હોય તે પણ આમા તે માહિતીને જોઈએ * તે ઉપયોગ કરતા નથી.
ધર્મ એટલે શું ? એ વાત સર્વથા સાચી છે કે ધર્મ એ આત્માના કબજાની વસ્તુ છે. ધર્મ ઉપર શરીરની માલિકી નથી. ધર્મ ઉપર દહ અધિકાર ચલાવી શકતું નથી. ધર્મ ઉપરને પૂરેપૂરે અધિકાર આત્માને આધીન છે. પરંતુ તે છતાં આત્માને ધર્મની વ્યવસ્થા કરવાને અધિકાર આ મહાપ્રતાપી જૈનશાસને આપ્યો નથી. ધર્મની વ્યવસ્થા કરવાનો અધિકાર જૈનશાસને આત્માને આપી દીધું નથી તેથી જ આત્માને એમ બોલવું પડયું છે કે –
“નિg નત તત્ત જાતિનો ઇશ્નો” શ્રીમાનું જિનેશ્વર ભગવાને એ જે કહ્યું છે, તેઓશ્રીએ પ્રરૂપેલું છે, તેમના પ્રમુખ દ્વારા જે ઉચ્ચારાયું છે, તે જ ધર્મ છે. અહીં આપણે વિચાર કરવાને છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે અથવા તે તેમણે જેની પ્રરૂપણ કરી છે, તેને જ શાસ્ત્રકારો ધર્મ શા માટે કહે છે ? જે કાંઈ ધર્મ નથી, જે કાંઈ સત્ય નથી, જે કાંઈ તત્વ નથી અથવા તે જે શાસ્ત્ર નથી તે વસ્તુઓ શ્રીમાન્ જિનેશ્વર ભગવાન કહી દે તેટલા માત્રથી કાંઈ સત્યરૂપ બની જવાની નથી. સત્ય બોલવું એ ધર્મ છે, પરંતુ શ્રીમાન જિનેશ્વર ભગવાન અસત્ય બોલવું એ ધર્મ છે એમ કહી દે, તેથી કાંઈ અસત્ય ભાષણ એ ધર્મરૂપ બનવાનું નથી. તે જ પ્રમાણે જે કાંઈ ધર્મરૂપ છે, જે કાંઈ તત્વ રૂપ છે અથવા જે કાંઈ શાસ્ત્રરૂપ છે, તે સઘળું જિનેશ્વર ભગવાનેએ ન કહ્યું હોય તેથી અધર્મરૂપ બની જવાનું નથી, ત્યારે હવે વિચારવાને પ્રશ્ન ઊભું થાય