________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી કહે છે કે જે મને માને છે, તે બિમાર સાધુની વૈયાવચ્ચ જરૂર કરે જ છે. ત્યારે હવે વિચારી જુઓ કે ભગવાને પોતે આવા શબ્દો કહ્યા છે તે તેમણે પોતે કેટલા બિમાર સાધુઓની વૈયાવચ્ચ કરી છે?
ભગવાને પોતે એક પણ બિમાર સાધુની વૈયાવચ્ચ નથી જ કરી તો પછી તીર્થકર ભગવાનની કથની અને કરણી એક છે એ વસ્તુ ક્યાં રહી ? શ્રીમાન્ તીર્થકરાએ ગુરુ પાસેથી દીક્ષા નથી લીધી. તેમણે ગુરુકુળવાસ પણ નથી કર્યો. કદાપિ વૃદ્ધોની વૈયાવચ્ચે પણ નથી જ કરી પછી તેમની કથની અને કરણ એક છે એ નિયમ ક્યાં રહ્યો ? શું “યથાવાદી તથાકારી” એ નિયમ અહીં ઉડી જાય છે કે ? જે ભગવાન જે કરે છે તે જ કહે છે અને જે કહે છે તે જ કરે છે. તે પછી તેમણે જે કામે ઉપર દર્શાવેલાં જણું વ્યાં છે તે તેમણે કયાં કયાં કર્યા છે ? જે તેમણે નથી કર્યા તો તેમણે તે શા માટે કહ્યાં છે? અને જે તેમણે કર્યા વિના જ કહ્યાં છે, તો “યથાવાદી તથાકારી” એ સૂત્ર અહીં ઊડી જાય છે કે ટકી રહે છે?
અતત્વને અને અશાસનને શ્રી જિનેશ્વર ભગવાન તસ્વરૂપ અને શાસનરૂપ કહે, તેથી અતત્ત્વ અને અશાસન તત્વ અને શાસન બની જાય છે? નહિ જ !કદી જ નહિ !! જે ધર્મ છે, જે તત્વ છે, તે શ્રીમાન જિનેશ્વર ભગવાને કહે કે ન કહે, તથાપિ તે ધર્મ છે જ. જે અધર્મ છે તે શ્રી જિનેશ્વર ભગવાને કહે કે ન કહે તો પણ તે અધર્મ છે. આવી સ્થિતિ હોય છતાં ભગવાન શ્રી જિનેશ્વર દેવ જે કહે તે જ તવ અને તે જ ધર્મ-એમ આપણે શા માટે માનીએ છીએ? કારણ એક જ છે કે અણસમજુને સોના ઉપર ચાર્ટર બેંકની છાપ જેવી જ પડે છે. ચાર્ટર બેંક છાપ મારી આપે છે તેને અર્થ એટલો કે તે ચકખું જ સેનું છે એટલે કે જેના ઉપર છાપ છે તેને વાંધો નથી જ. છાપ છે એ સેનું જ છે, તે જ પ્રમાણે જે ધર્મ અને તત્વ ઉપર શ્રીમાન જિનેશ્વર ભગવાનની છાપ પડેલી જ છે તે તત્વ સઘળું અને તત્વરૂપ છે જ, તેમાં અધમ કે અતત્વ હોવાની ધાસ્તી જ નથી, અહીં ઉભય નિર્ણય કામે લગાડે જ રહ્યો.