________________
૧૦૫
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
ન થયું એટલું પાપ સમજે. જેમ શાહુકારના ચોપડામાં એક પણ ખોટી રકમ શોભતી નથી. તેના આખા ચોપડામાં એક પણ રકમ બેટી હોય તો તે તેને કલંક રૂપ છે. તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પોષવા રૂપ હોય ત્યાં સુધી આત્માને પણ તે શોભાસ્પદ નથી જ. “નાહ્યા એટલું પુણ્ય અને કર્યો એટલે ધર્મ” એ શબ્દો જેનશાસનમાં સાચા નથી, માટે અહીં એ શબ્દોને ગોખી ન રાખે. અહીં તો જે તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તો એ ગેખી રાખો કે “ન કર્યો એટલે અધર્મ.”
આત્માને વિતરાગ સ્વરૂપ માન્યા, પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસુલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે એ રીતે મંડયા ન રહે તો એ તમારી મોટામાં મોટી ખામી સમજી લેવાની છે. વીસ વસા તમારે પૂરેપૂરા મેળવવાના છે.
વીતરાગપણની પ્રાપ્તિ માટે એ વીસ વસા મેળવવાના છે. જ્યાં સુધી તમો એ વીસ વસાની દયા નથી મેળવી શક્યા, ત્યાંસુધી તમને જંપ ન હૈ જોઈએ. તમે હજી તો પાશેરામાં પહેલી પૂણી ના છે, તમારે હજુ સવા વસો જ થયો છે અને ૧૮ વસા તમારા બાકી જ છે. એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને, તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે. આરંભ, પરિગ્રહ વિષય કષાય, ઈત્યાદિ આત્માને ડૂબાડી રહ્યા છે. એ તમારે હંમેશાં વિચારવાનું છે.
જે પોતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે, તે આત્મા પિતાને અધમ સમજે એમાં કાંઈ પણ નવાઈનથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણ પાપ છે. એ વિચારને સદા સર્વદા મનમાં ગેખી રાખવો જોઈએ. અને તમારી બાકી