________________
૯૭.
,
,
,
,
,
,
,
,
,
,
,
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી છે. જેઓ સ્વયજ્ઞાની છે, પવિત્ર સંસ્કારવાળા છે, નિશ્ચય સ્વરૂપવાળા છે, તેઓ તે તીર્થકરોની પેઠે ગચ્છવાસમાં ન રહે, વિનય વૈયાવચ્ચ, ન કરે, ગુરુકુળવાસ ન કરે તો પણ તેઓ પિતાને બેડો પાર કરી શકે છે, પરંતુ જેનામાં આટલી શક્તિ નથી, જે એવા સ્વર્યાની નથી, પવિત્ર સંસ્કારવાળા અને નિશ્ચય સ્વરૂપવાળા પણ નથી, તેઓને માટે એ માર્ગ છે કે ગુરુકુળવાસમાં રહેવું, વિનય કરે, વૈયાવચ્ચ કરવી, અને એ રીતે કર્મ ખપાવીને બેડે પાર કર. આમ કહેવામાં કથની અને કરણી જુદી છે એમ કહી શકાતું જ નથી.
ભગવાન્ તીર્થંકર દેવ પિતે સવ ગુણમંડિત છે અને સર્વશકિતસંપન્ન છે, એટલે તેમણે એવા શકિતશીલનું કર્તવ્ય કહ્યું પણ ખરું અને તે કરી બતાવ્યું પણ ખરું, પરંતુ જે એવા શકિતશીલા તથા તેવા સંપૂર્ણ જ્ઞાની ન હોય તેવાઓને માટે તેઓશ્રીએ તેમને લાયક એ બીજો ઉપાય દર્શાવ્ય, આથી તેમના કથન અને વર્તનમાં ભિન્નતા હતી, એવું કદી પણ કહી શકાતું જ નથી અને તેથી “યથાવાદી, તથાકારી” એમાં કશો ફેર પડતો જ નથી. આથી જ જે તત્વ, જે ધર્મ અને જે શાસન છે, તે આપણે શ્રીમાનું જિનેશ્વર દેના ભરોસે જ અને તેમના કથન પ્રમાણે જ માન્ય રાખીએ છીએ તેને અન્યથા માનતા નથી.
કથાએલ તે જ તવ અને ધર્મ શ્રીમાન જિનેશ્વર ભગવાન ધર્મને ધર્મ તરીકે ન કહે તે શું ધર્મ, અધમ બની જાય છે ? અથવા તે શું શ્રીમાન જિનેશ્વરદેવો. અધર્મને ધર્મ તરીકે કહે તેથી અધમ ધર્મ બની જાય છે ? શ્રીમાન જિનેશ્વરદેવના કહેવાથી શું અતત્ત્વ અને અશાસન તે તત્વરૂપ અને શાસનરૂપ બની જાય છે ? નહીં જ. આથી કાંઈપણ શંકા વિના એ વાત કબૂલ રાખવી જ પડશે કે સાધુ અને શ્રાવક એ બંનેના માર્ગો એક જ સરખા નથી પણ તે ભિન્નભિન્ન અને જુદા જુદા જ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુ શ્રી જિનબિંબ પૂજા નથી કરતા, તે આધારે શ્રાવકને પણ એમ કહેવું કે, “ભલા, ભગવાનની