________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૯૫
રહે, સામૈયામાં ધૂમ મચે એ—બધામાં હિંસા થાય તેના વાંધા નથી. એ બધામાંથી કોઈ પણ વસ્તુના તેઓ હિંસાને બહાને નિષેધ કરતા નથી, પરંતુ એક માત્ર ભગવાનની પૂજામાં હિંસા થાય છે એમ કહીને તેને તેના નિષેધ કરવા છે!
શ્રાવક શ્રી જિનબિંબની પૂજા કરે છે અને સાધુએ જિનબિંબની પૂજા નથી કરતા. હવે જો જિનબિ ંબપૂજા કરવામાં જ લાભ છે અને તે લાભ મેળવવા જ શ્રાવકા પૂજા કરે છે તેા પછી એ જ લાભ મેળવવા સાધુએ પણ શા માટે પૂજા નથી કરતા? આવા પ્રશ્ન કરનારને પૂછી લઈએ કે શ્રાવક પડતે વરસાદે વ્યાખ્યાન શ્રવણ કરવા આવે છે તેને એ વ્યાખ્યાનશ્રવણનું પુણ્ય કહ્યું છે તેા પછી તમારા સાધુએ પણ શા માટે પડતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવી એ પુણ્યાપાન નથી કરતા ? આ સઘળા ઉપરથી ખરી રીતે તે એક જ અનુમાન નીકળે છે કે શ્રાવક અને સાધુ એ બંનેના રસ્તા જુદા જ છે. પડતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા સાધુ આવે તેા તેને ગેરલાભ છે. અર્થાત્ કે સાધુ અને શ્રાવક બંનેના ધર્મના રસ્તા એક જ હાઈ શકે નહિ. શ્રીમાન્ મહાવીર ભગવાનનું પરમ પ્રતાપી જૈનશાસન કહે છે કે સાધુ અને શ્રાવક એ બંનેની ભૂમિકા જુદી છે.
અયેાગ્ય ઉપદેશ
શ્રાવક, શ્રમણને સ્નિગ્ધ આહાર વહેારાવે છે તેનું શ્રાવકને શું ફળ મળે છે તે વિચારા. શ્રાવકને તેનુ એ ફળ મળે છે કે અલ્પપાપી થાય છે અને બહુનિરા થાય છે. શ્રાવક, શ્રમણને સચિત્ત એવા આહાર વહેારાવે છે તેા પણ તેનુ' ફળ એ શ્રાવકને માટે ઘણી નિરા છે. શ્રાવક, શ્રમણને બેતાળીશ દોષવાળુ અન્ન વહેારાવે તે પણ તેને ઘણી નિરા અને અલ્પપાપ જ તેનુ ફળ છે; પરંતુ મૂર્તિ વિરાધીઓની દૃષ્ટિએ પણ એક સાધુ નદીના વહેતા પાણીમાંથી લેાટા પાણી ભરી તે બીજા સાધુને વહેારાવે તે તેનુ ફળ એ સાધુને માટે તા પાપ, પાપ અને પાપ જ છે. શ્રાવકે સ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી, તેવા શ્રાવક વહેારાવે તા તે કાર્ય થી તેને પાપ નથી જ; પરંતુ