________________
-૯૪
આનંદ પ્રવચન દર્શન ધારેલી એવી જ અસર થાત ! જર્મની જે સમયે લશ્કર લઈને આવ્યું, તે સમયે બેલજીયમે તેને એમ કહ્યું હતું કે “ભલે, તારે મારા રાજ્યમાંથી જવું હોય તે જા, હું વચ્ચે આડો ન આવું!” તે બેલજીયમની આ રીતભાતથી તેણે જર્મનીને મદદ કરી હતી, એમ જ લેખાવા પામત, અને લડાઈ જે આટલાં બધાં વર્ષો લંબાઈ હતી, તે ન લંબાતાં તેને પહેલે જ વર્ષે નિકાલ આવી જાત !
પૂજાની જ હિંસાને વિરોધ કેમ? બેલજીયમે જર્મનીને અટકાવ્યું ન હોત તે તેણે જર્મનીને મદદ કરેલી જ લેખાત. એ જ પ્રમાણે શાસન પ્રેમીઓ પણ જે સુધારકોને તેમના અધમ માર્ગમાં આગળ વધતાં ન અટકાવે, તેમના માર્ગમાં અડચણ ઊભી ના કરે અને દેવદ્રવ્યને દુરુપયોગ કરવાનું જે કાર્ય તેઓ લઈ બેઠા છે તેને તોડી પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન ન કરે અને ટ્રસ્ટફડેમાંથી રાજીનામાં આપી દે અથવા તે તટસ્થ રહે; તે તેને અર્થ એ જ છે કે તેઓ પણ દેવદ્રવ્યના વિનાશનું કામ કરે છે ! પછી તેમની અને સુધારની વચ્ચે માત્ર એટલો જ ફેર રહે છે કે સુધારકે ચેખેચે દેવદ્રવ્યને વિનાશ કરે છે, જ્યારે શાસનપ્રેમીઓ આડકતરી રીતે દેવદ્રવ્યનો નાશ કરે છે.
તમારા ઘર ઉપર જ લુંટારાએ હુમલે લઈ આવે તે તમે તેને સામને કરે કે નહિ? કરો. વારુ, તે સમયે તે તમે જરૂર સામે થાઓ પણ આ ધર્મના ખાતા ઉપર ધાડ આવે છે ત્યાં તમારે હાથ જોડીને ચૂપ રહેવું છે !!
મૂર્તિપૂજા વિધી સાધુઓને પણ પોતાના ખાવાપીવામાં, પિતાની કીતિ વધારવામાં, પિતાની મહત્તા ગાવામાં, પોતાની શ્રેષ્ઠતા દર્શાવવામાં હિંસા થાય છે તેની જરાય પીડા નથી, તેની તેમને લેશમાત્ર પણ દરકાર નથી. પરંતુ ભગવાનની પૂજા કરતાં હિંસા થાય છે એમ કહીને એ હિંસાને તેઓ ખાળવા, ટાળવા માગે છે. હવે આપણે ચાલુ વાતમાં આવીએ.
બંનેના માર્ગે જુદા છે દીક્ષાના પ્રચંડ વરડા નીકળે, માંડવીની મોટી ધમાલ થઈ