________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી રક્ષણ કરવાનું તે જ વાત તેમને શા માટે કયારૂપ લાગે છે? આ ઉપરથી શાસનપ્રેમીઓના માનસની શું પરીક્ષા જ નથી થવા પામતી ?
વાદવિવાદ એ કલહ નથી. વાટાઘાટથી, વાદવિવાદથી ટટ-બખેડે થાય તેથી તમે ડર છો તેનો અર્થ એવો થઈ શકે છે કે તમે એ સઘળી પંચાતને ત્યાગ કરવા માગે છે અને તેને વિસરાવવા માગે છે, પરંતુ તમારો એ દાવો સાચે ક્યારે કરી શકે કે જ્યારે તમે તમારા ઘરધંધાનું રાજીનામું આપો! તમારે તમારા ઘરધંધાનું રાજીનામુ આપવું નથી ! દુકાનનું રાજીનામું આપવું નથી. ઘર અને દુકાન તે અંતનાં ડચકાં આવે છે, ત્યાં સુધી ચાલુ જ રાખવા છે ! અરે, મરણ પછી પણ તમે તમારા શરીરની વ્યવસ્થા નથી કરતા પરંતુ પૈસા-ટકાની વ્યવસ્થા તે જરૂર કરતા જ જાઓ છે. છોકરો હોય તે તેને તમારી મિલકત સહીસલામત. મળે એવી ગોઠવણ કરે છે. બધી રીતે એ બાબત ઉપર તમે ધ્યાન આપે છે પરંતુ એક માત્ર ધ્યાન નથી આપતા ધાર્મિક બાબતમાં? - ધાર્મિક બાબતમાં સત્યની સંરક્ષા માટે વાટાઘાટ થાય તેને તમે ખટપટ કહો છો, ટેબખેડે કહો છો અને તેને ત્યાગ કરવાને તૈયાર થાઓ છે એ સઘળાને અર્થ પણ એ જ છે કે તમારું શાસનપ્રેમીપણું પણ હજી કાચું છે તે ખરેખરું પાકું થયું નથી !
તટસ્થ રહેવું એ પણ મદદ છે. ધર્માદા કાર્યોને અંગે તમે સત્યની સેવામાં સર્વ કાંઈ આપી. દઈને ઊભા રહેવાની પ્રતિજ્ઞા ન કરે તે તમારી સેવાની કિંમત પણ શૂન્ય બરાબર જ છે ! અને એને અર્થ’ એ જ થાય છે કે તમે શાસનવિરોધી કાર્યોને સીધી મદદ નથી કરતા પરંતુ તમે એને આડકતરી મદદ કરે જ છે. ઈ. સ. ૧૯૧૪ની યુરોપમાં જે મહા જાદવાસ્થળી. જાગી હતી તેમાં જર્મનીએ પોતાનું સૈન્ય તૈયાર કરીને તેને બેલજીયમને રસ્તે થઈ ફ્રાન્સમાં લઈ જવાને દાવ ગોઠવ્યા હતા. બેલજીયમને રસ્તે જમનીનું સૈન્ય જે જઈ શકયું હેત તે કદાચ સંભવ છે કે તેણે ફાંસને તોડી નાંખ્યું હેત અને બ્રિટન ઉપર પણ કદાચિત તેની નહિ.